Nadabet amit shah speech

Amit Shah Visit Dwarka: અમિત શાહના દ્વારકા પ્રવાસને લઈ તૈયારીઓ પ્રારંભ

Amit Shah Visit Dwarka: અમિતભાઇ શાહ આગામી તારીખ 19 અને 20 શનિવારે-રવિવારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના પ્રવાસે આવી રહ્યા છે

રિપોર્ટઃ જગત રાવલ

જામનગર, 18 મેઃ Amit Shah Visit Dwarka: દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ આગામી તારીખ 19 અને તારીખ 20 શનિવારે અને રવિવારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર ત્યારીઓ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગૃહમંત્રી અમિતભાઇ શાહ શનિવારે સવારે જામનગર એરપોર્ટ ઉપર આવી પોહચશે. જ્યાં તેવોનું સ્વાગત સ્થાનિક પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે, ભાજપના આગેવાનો સાથે ટૂંકી મુલાકાત કરી ગૃહમંત્રી એરપોર્ટ ઉપર થીજ સીધા દ્વારકા જાવા રવાના થશે.

દ્વારકા પોહચી ગૃહમંત્રી અમિતભાઇ શાહ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જગતમંદિર જશે અને શકરાચાર્યજીની મુલાકાત કરશે રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચર્ચા કરશે, રાષ્ટ્રીય સુરક્ષાની સમીક્ષા અને સિગ્નેચર બ્રિજની કામગીરીની નું નિરીક્ષણ કર્યા બાદ તેવો મોજપ ગામ જશે.

દ્વારકાના મોજપ ગામે ભાજપ ના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ કોસ્ટલ પોલીસની રાષ્ટ્રીય અકાદમીની ઈમારતનો કરશે શિલાન્યાસ ત્યારબાદ રાત્રી ના દ્વારકાથી પરત જામનગર ફરશે.

ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારકાના અલગ અલગ કાર્યક્રમો માં હાજરી આપી તારીખ 19 ના રાત્રે જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે.ત્યારબાદ તારીખ 20 ના સવારે પરત ફરશે. કેન્દ્રીયગૃહમંત્રી ની જામનગર મુલાકાત ને લઈ તંત્ર દ્વારા જામનાગરને બે દિવસ માટે નો ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો… Indian citizenship letter: પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલ રાજકોટના ૧૩ લોકોને હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો