JMC BJP meeting

Jamnagar BJP executive meeting: ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર કારોબારી બેઠક યોજાઈ.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૩૦ નવેમ્બર:
Jamnagar BJP executive meeting: ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરની વિક્રમ સાવંત ૨૦૭૮ની પ્રથમ કારોબારી બેઠક પંડિત દીનદયાલ ઉપાધીયાંય ભવન ખાતે યોજાઈ. રાષ્ટ્રીય કારોબારી યોજાયાના ૧૫ દિવસમાં પ્રદેશ કારોબારી અને પ્રદેશની કારોબારી યોજાયાના ૧૫ દિવસમાં જિલ્લા – મહાનગરની કારોબારીનું આયોજન કરવાનું હોય છે. આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને, ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, પૂર્વ ધારાસભ્યો, અગ્રણીઓ, કારોબારી સભ્યો, કોર્પોરેટરો, વિવિધ મોરચાના પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં આ કારોબારી નું આયોજન કરવામાં આવેલ. સમગ્ર કારોબારીનું સફળ સંચાલન શહેર ઉપાધ્યક્ષ વસંતભાઈ ગોરી દ્વારા કરવામાં આવેલ તથા પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા દ્વારા સંધ્યાગીત થી બેઠકની શરૂઆત કરવામાં આવેલ.

Jamnagar BJP executive meeting: શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા દ્વારા સ્વાગત પ્રવર્ચનમાં બેઠકમાં ઉપસ્થિત સૌ કોઈ ને આવકારામાં આવેલ. તેઓ એ વિશેષ થી જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી પાંચ નિષ્ટ (રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકાત્મતા, લોકતંત્ર, સામાજિક, આર્થિક વિષય પર ગાંધીવાદી દ્રષ્ટિકોણ થાકી સોસણમુક્ત અને સમતાયુક્ત સમાજની રચના, સકારાત્મક પંથનિરપેક્ષતા એટલે કે સર્વ પંથ સંભવ, અને મૂલ્યઆધારિત રાજનીતિ) થી ચાલતી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત મંત્ર છે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪માં કેન્દ્રની સત્તા સંભાળી, અને અનેકવિધ જનહિત ના નિર્ણયો કાર્ય જે આજે ફળીભૂત થઇ રહ્યા ની પ્રતીતિ થઇ રહી છે.

આ તબ્બકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દીર્ઘાયુ બને તેવી મનોકામના વ્યક્ત કરેલ. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા લોકહિતની વિવિધ યોજનાઓ માટે એક વૉટ્સએપ નમ્બર જાહેર કરી, જયારે જોઈએ ત્યારે જાહેર જનતા માટે એ માહિતી ઉપલબ્ધ બને તેવી વ્યસ્થા કરેલ છે, જે પ્રેરણાદાયક છે. ઉપરાંત જામનગર – દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ ઇન્ટરપાર્લામેન્ટ્રી મિટિંગમાં સ્પેન ની મુલાકાતે છે, જે આપણા સૌ માટે ગર્વ લેવા જેવી બાબત છે, તેવું પણ અધ્યક્ષ એ જણાવેલ. આ ઉપરાંત વિશ્વમહામારી કોરોના સામે લાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ ૧૦૦ કરોડ વેક્સીનનું લક્ષય ૨૭૮ દિવસમાં પૂર્ણ કર્યું અને આજે ૧૨૦ કરોડ વેક્સીન પૂર્ણ કરાઈ છે તે નીતિની – આરોગ્યની વ્યસ્થાની સરાહના કરેલ, ઉપરાંત લોકડાઉંન સમયે પણ પી.પી.ઈ. કીટ, માસ્ક માં ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું અને ભારત પી.પી.ઈ કીટ તથા માસ્ક મુદ્દે આત્મનિર્ભર બન્યું.

Jamnagar BJP executive meeting

૧૦૦ કરોડ જનતાને નિઃશુલ્ક વેક્સિનેશન આપી, વિશ્વના અન્ય દેશોને પણ વેક્સીન ઉપલબ્ધ કરાવી, ૧૨ કરોડ બહેનો ને ઉજવલ્લ યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવી તેઓ ના સ્વાસ્થ્યની જાળવણી કરી, આયુષ્માન કાર્ડ – શ્રમ કાર્ડ દ્વારા આરોગ્યની સેવા ઉપલબ્ધ બનાવી અને આ પેટે ૧૪ થી ૧૫ હાજર કરોડનું ચુકવણું કેન્દ્ર સરકાર દ્વારા કરી ૨.૫ કરોડ લોકોને તેનો લાભ આપવામાં આવેલ. લોકોના જીવન ધોરણ ને સરળ બનાવવા માટે પેટ્રોલ ઉપર ૫ અને ડીઝલ ઉપર ૧૦ નો ઘટાડો કર્યો, ભાજપ સાશિત તમામ રાજ્યએ વેટ ઘટાડ્યો, પણ અન્ય પક્ષ દ્વારા સાશિત રાજ્યોએ ભાવ ઘટાડો કરેલ ન હોય તેને કવખોડવામાં આવેલ. નિરામય ગુજરાત અંતર્ગત ૩૦ વર્ષની ઉપર ની આયુના નાગરિકોને નિશુક્લ નિદાન કેમ્પ કરી લાઇફસ્ટાઇલ ડિસીઝ નું નિદાન કરવા હાલ માં જ આઈ.કે જાડેજા સાહેબ દ્વારા જામનગરમાં યોજના શરુ કરવામાં આવેલ તેના વિષે માહિતી આપતા આ યોજનાની સરાહના કરવામાં આવેલ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના રત્નોને સમ્માન અપાવ્યું, સરદાર વલ્લભભાઈ પટેલને ફરી ભારતીયોના હૃદયમાં પ્રસ્થાપિત કરવા નું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કરેલ છે, લખનૌમાં ૧૦૭ એકરમાં મ્યુઝિયમ બનાવી આંબેડકરજીને સન્માન પ્રદાન કરી રાષ્ટ્રીય ચારીત્યને ઉજાગર કરવામાં આવેલ છે.

શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ “સેવા હી સંગઠન” કાર્યક્રમ, સ્નેહમિલન, જનશીર્વાદ યાત્રા, પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમોની સફળતા માટે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવેલ. જનઆશીર્વાદ યાત્રા સમયે કિરીટસિંહ રાણા દ્વારા કાર્યક્રમને બિરદાવવામાં આવેલ, માનનીય પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ, તથા પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણી દ્વારા પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમને બિરદાવવામાં આવેલ. જામનગર શહેર પ્રત્યેક કાર્યક્રમોમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રહ્યું છે તેના માટે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવેલ. સ્નેહમિલન કાર્ય્રકમમાં મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, શહેર સંગઠન, મહિલા મોરચા, યુવા મોરચા સહીત સૌ કોઈ એ વિશેષ જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાયો તેના માટે અભિનંદન પાઠવી સૌ કોઈ નું બેઠક માં સ્વાગત કરેલ.

શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા દ્વારા રાજકીય ઠરાવો રજુ કરવામાં આવેલ જેમાં તેઓ એ જણાવેલ કે, ૧૦૦ કરોડ વેક્સીનનો લક્ષયાંક ૫૦ લાખ માનવો ને કામે લગાડી ૨૭૮ દિવસ માં પૂર્ણ કર્યો તથા અન્ય દેશોને પણ મદદ પહોંચાડી ઐતિહાસિક વ્યસ્થા કરી, લોકડાઉંન ના ત્રણ મહિના માં એન ૯૫ માસ્ક – પી.પી.ઈ કીટ – વેન્ટિલેટર -ઓક્સિજનની વ્યસ્થા કરી, પ્રત્યેક જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ શરુ કાર્ય, આયુષ્યમાન ભારત તથા જનઔંસદ્ધિ યોજના લાભકારી નીવડી રહી છે, ૭૫૦૦૦ આરોગ્ય કેન્દ્ર કાર્યરત કર્યા, કોંગ્રેસ સાશિત રાજ્યોએ પેટ્રોલ – ડીઝલ નો ભાવ ઘટાડો કરેલ નથી જેને કવખોડવામાં આવેલ તથા હિન્દુત્વને આઈ.એસ.આઈ.એસ સાથે સરખાવાથી લાગણી દુભાઈ છે, રાશન કાર્ડ દ્વારા નિઃશુલ્ક રાશન યોજના અમલી બનાવાઈ, સુરક્ષા – શાંતિ – સમૃદ્ધિ નું સપનું સાકાર કર્યું, ૫૨૬૧ કરોડ જમ્મુ – કાશ્મીર માટે ફાળવ્યું તથા ૨૮૪૦૦ કરોડ ઉદ્યોગો પ્રસ્થાપિત કરવા ફાળવ્યા, ઉપરાંત ૮૦ હાજર કરોડનું રાહત પેકેજ જમ્મુ કાશ્મીર ને ફાળવ્યું, કિશાન સન્માન નિધિ જાહેર કરી, વર્ષ ૨૦૦૦ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા થી આજ સુધી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦ વર્ષ પૂર્ણ થતા સમયગાળા દરમિયાન શૂન્ય ભ્રષ્ટચાર રહ્યો, ૫ રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ ખુબ સારું પ્રદર્શન કર્યું.

ઉપરોક્ત તમામ રાજકીય ઠરાવોને શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવાએ ટેકો આપેલ, તથા સૌ કારોબારી સભ્યો, ઉપરસ્થિત નિમંત્રિતોએ પારીત કરેલ. શહેર મહામંત્રી મેરામણભાઇ ભાટુ દ્વારા આગામી કાર્યક્રમો વિષે ઉદબોધન કરવામાં આવેલ જેમાં હર ઘર દસ્તક – વેક્સિનેશન કાર્યક્રમ જેમાં વોર્ડ સમિતિ, કોર્પોરેટરો કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ કોરોના વેક્સીન બાબતે માહિતી મેળવશે, ૨૫ તારીખ “સુશાશન દિવસ” ની ઉજવણી, વોર્ડ સ્તરની કારોબારી પૂર્ણ કરવી, કમળપુષ્પ કાર્યક્રમ જેમાં જનસંઘ થી ભારતીય જનતા પાર્ટી સુધીના સંસ્મરણોની વિગત, ફોટા ઇત્યાદિ માહિતી હોય તો તેને નામો એપ પર અપલોડ કરવી, “મન કી બાત” અંતર્ગત બુથ સ્તરે કાર્યક્રમ કરવા, શક્તિ કેન્દ્રના પ્રમુખ – પ્રભારીની નિમણુંક કરવી તથા નિમણુંક ને અપગ્રેડ કરવી, આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ૨૪ કલાક જામનગર શહેરમાં રોકાણ કરી બુથ સમિતિ – પેઈજ સમિતિ તથા સંગઠનની યાદીની સમીક્ષા કરશે. આમ કુલ ૭ વિવિધ કાર્યક્રમોની વિગત જણાવવામાં આવેલ.

આ પણ વાંચો…

Vibrant road show in Mumbai: મુખ્યમંત્રી ગુરૂવારે મુંબઇમાં વાયબ્રન્ટ સમિટ-2022 સંદર્ભમાં રોડ-શૉ યોજશે

Gram Panchayat candidate: આજે બીજા દિવસે દાંતા ગ્રામ પંચાયત ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારો ભારે ભીડ સાથે નો ઘસારો જોવા મળ્યો

પૂર્વમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા એ નવવર્ષની શુભકામના પાઠવતા જણાવેલ કે, કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે. ઉપરાંત સ્નેહમિલન કાર્યક્રમની સફળતા બાબતે પણ તેઓ એ સરાહના કરેલ. તેઓ એ ઉદબોધનમાં જણાવેલ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી લોકહિત ની યોજનાઓ અમલી બનાવાઈ છે, જે અંતર્ગત આરોગ્ય કાર્ડ ની યોજના મહત્વની બની રહી છે. તેઓએ એક સાચા પ્રસંગનું વર્ણન કરતા જણાવેલ કે, એક ગામમાં એક પરિવારના સભ્યને બાયપાસ કરવાની તાત્કાલિક જરૂર પડી, અને જો તે સમયે આરોગ્ય કાર્ડની યોજના ન હોત તો મોંઘી સારવાર માટે તે પરિવારને પોતાની જમીન વહેવી પડી હોત, પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના ને કારણે આ મોંઘી સારવાર મળી.

પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ એ નવવર્ષની શુભકામના પાઠવતા જણાવેલ કે, પૂર્વ અધ્યક્ષઓ, પૂર્વ મેયરો, કાર્યકર્તાઓ આધારસ્તંભ છે. રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રાધાન્ય આપવા જનસંઘની સ્થાપના થઇ અને ભારતીય જનતા પાર્ટી આજે પણ એ જ ઉદેશ થી કામગીરી કરી રહી છે. રાષ્ટ્રભક્તિ, આદર્શવાદ અને જાતિબાદ નીતિઓ થી ભારતીય જનતા પાર્ટીએ વિશ્વ સ્તરે ઓળખ ઉભી કરી છે.

આપણે સૌને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા કર્મયોગી વ્યક્તિ મળ્યા છે, એ આપણા સૌ માટે અને ભારત દેશ માટે સૌભાગ્ય ની વાત છે. ભારતએ ફરી તેનું સ્વાભિમાન પ્રાપ્ત કર્યું છે. તેઓએ સૌ કાર્યકર્તાઓને જણાવ્યું કે જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સતત અને સખત કામગીરી કરી રહ્યા છે ત્યારે આપણે સૌ તેના ટેકેદાર બની જ્યાં છીએ ત્યાં રહી પક્ષને વધુ ને વધુ મજબૂત બનતા રહીયે, શાંત અને સમર્પિત ભાવના સાથે લોકોસેવા ની કામગીરી કરવી. પક્ષના વિવિધ કાર્યક્રમો માં જામનગર શહેર દરેક ક્ષેત્રે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે આપણે સૌ પ્રેરણાનો સ્ત્રોત બનીયે, તથા પ્રથમ સ્થાન જાળવી રાખીયે તે માટે સતત પ્રયતશીલ રહેવું જોઈએ.

Whatsapp Join Banner Guj

આ તબ્બકે શહેર મહામંત્રી મેરામણભાઇ ભાટુ દ્વારા આભાર પ્રગટ કરી બેઠકનું સમાપન કરવામાં આવેલ ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર કારોબારીમાં શહેર અધ્યક્ષ ડો, વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડે મેયર તપન પરમાર, સાશક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, હિતેનભાઈ ભટ્ટ, અશોકભાઈ નંદા, મુકેશભાઈ દાસાણી, ધીરુભાઈ કનખરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મનહરભાઈ ઝાલા, પૂર્વ મેયર અમીબેન પરીખ, પ્રતિભાબેન કનખરા, હસમુખ જેઠવા, દિનેશભાઇ પટેલ, જયશ્રીબેન જાની સહીત શહેર કારોબારી સભ્યો, કોર્પોરેટરો ઓ, મહિલા મોરચા, એનું મોરચા, કિશાન મોરચા, યુવા મોરચા સહીત વિવિધ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તથા સામુહિક રીતે તમામ રાજકીય ઠરાવો પારીત કરેલ.