UK airport

Guidelines for International Travelers: સરકારે જાહેર કર્યા વિદેશી પ્રવાસીઓ માટે નવા નિયમો- વાંચો વિગત

Guidelines for International Travelers: નવી માર્ગદર્શિકામાં જોખમી દેશોમાંથી આવતા મુસાફરોની રાહ જોવા માટે અલગ જગ્યા તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે

નવી દિલ્હી, 30 નવેમ્બરઃ Guidelines for International Travelers: કોરોના વાયરસના નવા પ્રકાર ‘ઓમિક્રોન’ અંગે ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત પેસેન્જરે એર સુવિધા પોર્ટલ પર પોતાની માહિતી આપવાની રહેશે. નવી માર્ગદર્શિકામાં જોખમી દેશોમાંથી આવતા મુસાફરોની રાહ જોવા માટે અલગ જગ્યા તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોએ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમો 1 ડિસેમ્બર, બુધવારથી લાગુ થવા જઈ રહ્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, બોર્ડિંગ કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. આ પોર્ટલમાં છેલ્લા 14 દિવસમાં ભારત આવેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની (International Travellers) માહિતી છે. નવી માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એરલાઈન્સે ફ્લાઈટના લગભગ 5 ટકા મુસાફરોની તપાસ કરવા માટે યોગ્ય પ્રક્રિયા લાગુ કરવી જોઈએ.

આ પણ વાંચોઃ Night curfew guideline: ગુજરાત ગૃહ વિભાગે કોરોના અંગેના નિયંત્રણો વધુ હળવા કર્યા, સાથે જાહેર કરી નવી ગાઇડલાઇન

Advertisement

એડવાઇઝરી જણાવે છે કે, એક અલગ હોલ્ડિંગ એરિયા (જ્યાં મુસાફરો RT-PCR ટેસ્ટના પરિણામોની રાહ જોશે) દરેક એરપોર્ટ પર જોખમી દેશોમાંથી આવતા મુસાફરો માટે યોગ્ય સુવિધાઓ સાથે સીમાંકન કરી શકાય છે. કોવિડ યોગ્ય વર્તનની ખાતરી કરતી વખતે ભીડને એકત્રિક કરવા માટે ચુસ્તપણે પાલન કરવાના આદેશ આપાવામાં આવ્યા છે.’ સરકારે કહ્યું છે કે, ‘જરૂરિયાત મુજબ તમામ એરપોર્ટ પર વધારાની RT-PCR સુવિધા ઊભી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.’

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જીએમઆરના પ્રવક્તાએ કહ્યું, ‘અમે નવી માર્ગદર્શિકા(Guidelines for International Travelers)થી વાકેફ છીએ અને અમે નવી માર્ગદર્શિકા અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સમયસર જરૂરી વ્યવસ્થા સાથે તૈયાર રહીશું.’ તેમણે કહ્યું, ‘પહેલી લહેર દરમિયાન પણ અમે આવી વ્યવસ્થા તૈયાર કરી હતી. ટર્મિનલની અંદર મુસાફરના રોકાણ દરમિયાન અમે COVID-19 ના નિયમોનું પાલન સુનિશ્ચિત કરીશું.

Whatsapp Join Banner Guj

Advertisement