Night Curfew image 600x337 1

Night curfew guideline: ગુજરાત ગૃહ વિભાગે કોરોના અંગેના નિયંત્રણો વધુ હળવા કર્યા, સાથે જાહેર કરી નવી ગાઇડલાઇન

Night curfew guideline: નવા નિયમ પ્રમાણે હવે રાત્રે 1 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સૂથી જ કર્ફ્યૂ યથાવત રહેશે

ગાંધીનગર, 30 નવેમ્બરઃ Night curfew guideline: વિશ્વની વિવિધ સરકારો પોતાના દેશમાં વિદેશથી આવતા પ્રવાસીઓ ઉપર નિયંત્રણ સાથે કડક નિયમો અમલમાં મૂક્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરોન અંત આવી ગયો છે. જોકે, ઓમિક્રોન વાયરસની દહેશત વચ્ચે પણ ગુજરાત ગૃહ વિભાગે કોરોના અંગેના નિયંત્રણો વધુ હળવા કર્યા છે.

આમ રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો કર્યો છે. નવા નિયમ પ્રમાણે હવે રાત્રે 1 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સૂથી જ કર્ફ્યૂ યથાવત રહેશે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 1લી ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત કેટલાક અન્ય નિતંત્રણો પણ હળવા કર્યા છે.

jahernamu

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત આજે મંગળવારને 30 નવેમ્બરના રોજ પૂર્ણ થાય છે. 1લી ડિસેમ્બર 12 ડિસેમ્બર 2021 સુધી ગુજરાતમાં નવી છૂટછાટો અપાઈ છે. આ રાજ્યનાં જે 8 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં આવતીકાલથી રાત્રિના 1 વાગ્યાથી 12 ડિસેમ્બર સુધી સવારે 5 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

Advertisement
jahernamu 1

અગાઉ નવરાત્રી પહેલા લગ્ન પ્રસંગોમાં 400 વ્યક્તિની છૂટછાટ આપવામાં આવી હતી, જે યથાવત રાખવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારી દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે. આવાં આયોજનોમાં લાઉડસ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.

અંતિમક્રિયા-દફનવિધિમાં 100 વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે. જુના નિયમ અનુસાર 400 લોકોની હાજરીમાં જ લગ્ન કરી શકાશે. આ લગ્નની સરકારનાં ઓનલાઇન પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નોંધનીય છે કે, એટલે કે જાહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું પણ જરૂરી છે. એક સ્થળ પર લોકોને એકત્ર નહી થવા માટે પણ અપીલ કરાઇ છે.

આ પણ વાંચોઃ Parliament winter session: સંસદમાં બીજા દિવસે પણ હંગામો,ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ કે, સાંસદો માફી નહીં માંગે ત્યાં સુધી સસ્પેન્શન પાછુ નહીં ખેંચાય- વાંચો વિગત

Advertisement
Whatsapp Join Banner Guj

Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.