Launch of IBM Software Labs

Launch of IBM Software Labs: ગિફટ સિટી ખાતે વિશ્વખ્યાત IBMની સોફટવેર લેબ્સનો શુભારંભ, સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યુ ઉદ્ઘાટન

Launch of IBM Software Labs: કલાઉડ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે સ્કિલ્ડ મેનપાવર ગુજરાતમાં તૈયાર કરવામાં નવું બળ IBMની લેબ્સથી મળશે

ગાંધીનગર, 15 સપ્ટેમ્બરઃLaunch of IBM Software Labs: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વખ્યાત IBMની સોફટવેર લેબ્સનો ગાંધીનગરના ગિફટ સિટીમાં શુભારંભ કરાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે વડાપ્રધાનએ આપેલા ડિઝીટલ ઇન્ડીયા મિશનમાં ગુજરાતે ડિઝીટલ ટ્રાન્સફોરમેશનમાં બેંચ માર્ક પ્રસ્થાપિત કર્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફટ સિટીમાં કાર્યરત થઇ રહેલી IBMની સોફટવેર લેબ કલાઉડ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે સ્કીલ્ડ મેન પાવર ગુજરાતમાં તૈયાર કરવામાં નવું બળ પુરૂં પાડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીના પ્રેસ્ટીજ ટાવરમાં કાર્યરત થઇ રહેલી IBM સોફટવેર લેબનું ઉદઘાટન રાજ્યના સાયન્સ ટેક્નોલોજી મંત્રી જિતુભાઇ વાઘાણી, IBMના સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ ટોમ રોસામિલીયા, નિકલ લામોરોકસની વિશેષ ઉપસ્થિતીમાં કર્યુ હતું. મુખ્ય સચિવ પંકજકુમાર, IBM ઇન્ડીયાના સાઉથ એશિયાના એમ.ડી. સંદીપ પટેલ, ગિફટ સિટીના ચેરમેન સુધિર માંકડ, એમ.ડી તપન રે તેમજ સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નહેરા અને આમંત્રિતો આ અવસરે સહભાગી થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યુવાશક્તિના આઇ.ટી સામર્થ્યને ભરોસે આ ડીકેડને ટેકેડ-ટેક્નોલોજીનો દસકો બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તેમાં સ્કીલ્ડ બેઇઝડ લર્નિંગથી ગુજરાત પણ પોતાનું યોગદાન આપવા સજ્જ છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, દેશમાં ડિઝીટલ ઇન્ડીયાની વાતો થતી હતી તે પહેલાં નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં ટેક્નોલોજી આધારિત ઇ-ગર્વનન્સનો મજબૂત પાયો નાંખી દીધો હતો.

Advertisement

આ પણ વાંચોઃ 2 minor sisters rape and murder: ઝાડ પર લટકતા બહેનોના મૃતદેહ મળ્યા, બળાત્કાર બાદ હત્યા કરીને લટકાવી દીધી- 6 આરોપીની ધરપકડ
તેમણે કહ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતમાં આ સરકારે નવી IT અને ITeS પોલિસી બનાવી છે. આ પોલિસીના માધ્યમથી રાજ્યની આઇ.ટી ઇકોસિસ્ટમના વિકાસનો એક સાનુકુળ માહોલ તૈયાર કરવાનો અમારો ઉદેશ છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ગુજરાતમાં આઇ.ટી સેક્ટરના આઠ ગણા વિકાસ માટેનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, ગુજરાતમાં એવું સુદ્રઢ IT ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે કે આ ક્ષેત્રે રોકાણો માટે ગુજરાત આવનારા હરેકના મુખ પર કાયમ સ્મિત જળવાઇ રહે અને તેમને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની અનૂભુતિ થાય.


તેમણે વડાપ્રધાનએ વિકસીત ભારત માટે આપેલા સંકલ્પની પૂર્તિ માટે આઝાદીના અમૃતકાળમાં IT ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રદાન દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મુખ્ય સચિવ પંકજકુમારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં IT અને ITeS પોલિસી, IT ઇનેબલ્ડ સર્વિસીસ, ટ્રાન્સપેરન્ટ અને ડિઝીટલ ગર્વનન્સના આયામો સફળતાપૂર્વક પાર પડી રહ્યા છે તેની ભૂમિકા આપી હતી.


IBMના ટોમ રોસામિલિયાએ ગુજરાત અને ભારત સાથેના તેમના વ્યવસાયિક સાહસોની સફળતાની અપેક્ષા દર્શાવતાં ગુજરાત સરકારના મળી રહેલા સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. મેનેજિંગ ડિરેકટર સંદીપ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇના મંત્ર IT+IT=ITને ચરિતાર્થ કરવામાં ગુજરાતે ICT ઇન્ફ્રાસ્ટ્રકચરથી લીડ લઇને આ ક્ષેત્રે વ્યાપક રોકાણો મેળવ્યા છે તેમાં હવે IBMનો ઉમેરો થયો છે તેમ જણાવ્યું હતું.
ગિફટ સિટીના એમ.ડી તપન રે એ તથા સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ IBMને ગિફટ સિટી અને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Former Home Minister Vipul Chaudhary arrested: દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.