Former Home Minister Vipul Chaudhary arrested: દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

Former Home Minister Vipul Chaudhary arrested: વિપુલ ચૌધરી સહિત તેના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરવામાં આવી

અમદાવાદ, 15 સપ્ટેમ્બરઃFormer Home Minister Vipul Chaudhary arrested: દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરવામાં આવી છે.

મહેસાણા ACBમાં દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. આ અંગે વિપુલ ચૌધરી અને તેમના CAની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમને ACBને સોંપવામાં આવશે.

આ પણ વાંચોઃ Asad rauf passed away: પાકિસ્તાનના પૂર્વ ICC એલિટ અમ્પાયર અસદ રઉફનું 66 વર્ષે નિધન, પાકિસ્તાન ક્રિકેટજગત શોકમાં

ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરી અગાઉ દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ડેરીના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી, આ તપાસ બાદ રૂપિયા 300 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું.

વિપુલ ચૌધરી અને તેમના PA સામે પગલાં ભરીને આખરે બંનેની ધરપકડ કરવામાં આવી છે. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેમના PA શૈલેષ પરીખને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ Robin Uthappa announces retirement: આ ભારતીય ક્રિકેટરે તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો, ટ્વિટ કરી ફેન્સને આપી જાણકારી

Gujarati banner 01