અમદાવાદના ઇસનપુરમાં લોકડાઉનમાં લગ્ન

img 20200508 wa00175148807802781288810

અમદાવાદના ઈશનપુર વટવા માર્ગ પર ના પુષ્પમ ટેનામેનટમા રહેતા ૨૪ વર્ષના મીત સોનીએ તેની સહાધ્યાયી ચાંદની આચાર્ય સાથે મહિનાઓ અગાઉ બન્ને પક્ષ ની સંમતિ થી સામાજિક રીતિ રિવાજ મુજબ લગ્ન નિર્ધારીને તે અંગે ની કુમકુમ લગ્ન કંકોત્રી પણ પરિજનો તેમજ મિત્ર સગા સંબંધી તથા સ્નેહીઓને વિતરણ કરી ને તંત્ર પાસે મર્યાદિત મહેમાનો ની ઉપસિથતીમા શુભલગ્ન પસંગ પાર પાડવા પરવાનગી માંગી હતી પણ તે અંગેની મજુંરી ના મળતા મીત એ ચાંદની ને માતાપિતા ની હાજરીમા અને તેમના આશીર્વાદ થી માસ્ક પહેરાવી સેનેટાઈઝ કરી ને ઘર મા જ ચોરીના ચાર ફેરા ફરી ને એકમેક ને હારતોરા કરી ને મીત એ ચાંદની ના સેંથા મા સિંદૂર પુરીને એકમેક ના જીવનસાથી બની ને માત્ર ઘરના સભ્યો ની હાજરી મા નવદંપતી એ પ્રભુતામાં પગલા પાડી ને વર્તમાન લોકડાઉનમા અન્ય તમામ સમાજ માટે પ્રેરક બન્યા હતા અને દરેક શુભપસંગ આવી રીતે સાદગી પૂર્વક પાર પાડવાનો મેસેજ પણ સંકટ સમયમાં આપ્યો હતો.

લગ્નના આયોજન ખોખરાના સામાજિક અગ્રણી હર્ષદ પટેલે કર્યું હતું.