rain image

Meteorological department alert: રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે! હવામાન વિભાગે આ વિસ્તારમાં માવઠું પડવાની કરી આગાહી

Meteorological department alert: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સ્થિતિમાં ખેડૂતોને તૈયાર પાક ઉતારી લેવા અને હાલ સિંચાઈ નહીં કરવા અપીલ કરાઈ છે. 

અમદાવાદ, 16 માર્ચ: Meteorological department alert: હાલ રાજ્યમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. માવઠું અને કરા પડવાના કારણે રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે ત્યારે બીજી તરફ ઊભા પાકને નુકસાન થતા જગતના તાતની પણ ચિંતા વધી છે. ત્યારે હવે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, તાપી, ભરૂચ, નવસારી, ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની વકી છે. આવતીકાલથી રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સ્થિતિમાં ખેડૂતોને તૈયાર પાક ઉતારી લેવા અને હાલ સિંચાઈ નહીં કરવા અપીલ કરાઈ છે. 

એક તરફ રોગાચાળો, બીજી તરફ ખેડૂતોને આર્થિક નુકસાન 

Advertisement

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે-ચાર દિવસોમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની શક્યતા છે, જેની અસર આવતા અઠવાડિયે જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે રાજ્યમાં એક તરફ રોગચાળો વકર્યો છે.

ત્યારે બીજી તરફ ઊભા પાકને નુકસાન થતા ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે. જ્યારે, આગામી એક અઠવાડિયા સુધી વાતાવરણમાં પલટો યથાવત રહેવાની વકી છે. સાથે જ વરસાદી માહોલ રહેતા માર્ચ મહિનામાં પણ લોકો ઠંડીનો અનુભવન કરી રહ્યા છે. 

આ પણ વાંચો:-L&T Finance: એલએન્ડટી ફાઈનાન્સ દ્વારા વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગની ગુજરાત માં શરૂઆત

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો