kiran patel

Gujarat no thag kiran patel: જમ્મુ-કાશ્મીરમાં પકડાયો ગુજરાતનો આ ભેજાબાજ ઠગ, Z+ સિક્યોરિટી ,બુલેટપ્રૂફ કારમાં ફરતો, તપાસમાં થયા મોટા ખુલાસા

Gujarat no thag kiran patel: સોશિયલ મીડિયા પર તેણે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ વિશેના અનેક વીડિયો અને ફોટો પણ પોસ્ટ કર્યા હતા.

અમદાવાદ, 17 માર્ચ: Gujarat no thag kiran patel: જમ્મુ-કાશ્મીરમાં પોલીસે ગુજરાતના રહેવાસી અને ભેજાબાજ ઠગની ધરપકડ કરી છે. કાશ્મીરમાં આ ભેજાબાજ ઠગે પોતાને PMO સાથે જોડાયેલો હોવાનું કહીને બુલેટપ્રૂફ વાહન, ઝેડ પ્લસ સિક્યોરિટી અને ફાઇવ સ્ટાર હોટેલ સહિતની તમામ સુવિધાઓનો સરકારી ખર્ચે લાભ લીધો હતો. જો કે, પોલીસને આ ઠગની પ્રવૃત્તિ પર શંકા જતા તેની તપાસ કરી હતી, જેમાં તે નકલી અધિકારી હોવાનો ખુલાસો થયો હતો. 

સોશિયલ મીડિયા પર શેર કર્યા પ્રવાસના વીડિયો-ફોટા

માહિતી મુજબ, આ ઠગની ઓળખ ગુજરાતના રહેવાસી કિરણ પટેલ તરીકે થઈ છે. તેની 10 દિવસ પહેલાં ધરપકડ કરાઈ હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જો કે, પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં કિરણ પટેલે પોતાની ઓળખ પીએમ કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી અને કેમ્પેઈન) તરીકે હોવાની જણાવી હતી. કિરણ પટેલ સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ છે. તેણે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરની પહેલી મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેણે ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાણ, ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ કાર સહિતની સુવિધાઓની મજા સરકારી ખર્ચે માણી હતી. સોશિયલ મીડિયા પર તેણે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ વિશેના અનેક વીડિયો અને ફોટો પણ પોસ્ટ કર્યા હતા. 

અગાઉ અમદાવાદમાં કરોડોની ઠગાઈ કરી હોવાની આશંકા

જો કે, પોલીસને તેની પ્રવૃત્તિઓ પર શંકા જતા તપાસ આદરી હતી, જેમાં તે નકલી અધિકારી હોવાનું સામે આવ્યું હતું. હાલ કિરણ પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેના 17 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. મીડિયા અહેવાલ મુજબ, અગાઉ કિરણ પટેલે અમદાવાદમાં પણ કરોડોની ઠગાઈ કરી હોવાની વિગતો સામે આવી છે. ઉપરાંત, તેને સોશિયલ મીડિયા પર પોતે પીએચડી કર્યું હોવાનું જણાવ્યું છે આથી તેના અભ્યાસ અને ડિગ્રી મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. માહિતી મુજબ, કિરણ પટેલની સાથે તેના મામાની પણ સંડોવણી હોવાની વિગતો મળી રહી છે. આથી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. 

આ પણ વાંચો:Meteorological department alert: રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે! હવામાન વિભાગે આ વિસ્તારમાં માવઠું પડવાની કરી આગાહી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો