Gujarat titans win ipl 2022 trophy

Gujarat titans win ipl 2022 trophy: આઇપીએલમાં ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન બન્યુ, ગુજરાતે રાજસ્થાનને સાત વિકેટથી હરાવ્યું

Gujarat titans win ipl 2022 trophy: શુબ્મન ગિલનો સૌથી સારો દેખાવ, ગિલની વિજયી સિક્સર

સ્પોર્ટ્સ ડેસ્ક, 30 મેઃ Gujarat titans win ipl 2022 trophy: ગુજરાત ટાઈટન્સે અમદાવાદમાં રમાયેલી આઇપીએલની ફાઈનલમાં રાજસ્થાનને ૧૧ બોલ બાકી હતા, ત્યારે સાત વિકેટથી હરાવીને ટાઈટલ જીતી લીધું હતુ. જીતવા માટેના ૧૩૧ના ટાર્ગેટને ગુજરાતે ૧૮.૧ ઓવરમાં જ  ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતુ.

આખરી ૧૨ બોલમાં ચાર રનની જરુર હતી, ત્યારે મેકોયની બોલિંગમાં ગિલે વિજયી સિક્સર ફટકારતાં ટીમને જીતાડી હતી. ગિલ ૪૫ રને નોટઆઉટ રહ્યો હતો.

આ પણ વાંચોઃ Sarvarthasiddhi Yog: આજે સોમવતી અમાસ, વટસાવિત્રીનું વ્રત અને શનિ જયંતિનો શુભ સંયોગ- વાંચો વિગત

કેપ્ટન હાર્દિક પંડયાએ ઓલરાઉન્ડ દેખાવ કરતાં ૧૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ૩૪ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતુ. અગાઉ ટોસ જીતીને રાજસ્થાને બેટિંગ પસંદ કરી હતી. બટલરે ૩૯ રન કર્યા હતા, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો.  

આ પણ વાંચોઃ Damage to mango and tomato crops: ખેડૂતોની દશા માઠી, કેરી અને ટામેટાના પાકને ભારે નુકસાન થયું !

Gujarati banner 01