Owaisis

Owaisis Announcement: ગુજરાત વિધાનસભા ચૂંટણી લડશે AIMIM, ઓવૈસીએ કહ્યું- વર્ષ 1984 બાદથી ગુજરાતમાં કોઈ મુસ્લિમ મુખ્યમંત્રી નથી!

Owaisis Announcement: અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ છે કે ગુજરાતમાં અમે કેટલી બેઠક પર ચૂંટણી લડીશુ તેનો નિર્ણય અમારી ગુજરાત યુનિટ કરશે. વિધાનસભા ચૂંટણી તાકાતથી લડીશુ

અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ Owaisis Announcement: ગુજરાત પ્રવાસે ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મોટુ એલાન કર્યુ છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ છે કે આગામી સમયમાં અમારી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે. અહીં પર અમે કેટલીક બેઠક પર પોતાનુ સંગઠન મજબૂત કરી રહ્યા છે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ છે કે ગુજરાતમાં અમે કેટલી બેઠક પર ચૂંટણી લડીશુ તેનો નિર્ણય અમારી ગુજરાત યુનિટ કરશે. વિધાનસભા ચૂંટણી તાકાતથી લડીશુ. ઓવૈસીએ કહ્યુ કે વર્ષ 1984 બાદથી ગુજરાતમાં કોઈ મુસ્લિમ મુખ્યમંત્રી નથી. 

કોંગ્રેસ પર નિશાન સાધતા ઓવૈસી(Owaisis Announcement)એ કહ્યુ, તેમના નેતા રાહુલ ગાંધીએ પોતાની પારંપરિક બેઠક અમેઠી ગુમાવી દીધી. ત્યાં અમારી પાસે ઉમેદવાર નહોતા. તેમણે વાયનાડ પણ એટલે જીત્યુ કેમ કે ત્યાં લગભગ 35 ટકા મતદાતા લઘુમતી છે. તે અમે જોતા જ એ ટીમ, બી ટીમ, વોટ કટર કહેવા લાગે છે પરંતુ કોઈ વાત નહીં, હવે લોકો નિર્ણય કરશે.

ઓવૈસીએ આગળ કહ્યુ, ભલે આપ મુસ્લિમ મતથી હાર્યા હોય અથવા બિન-મુસ્લિમ મતથી પરંતુ હાર થઈ છે. કોંગ્રેસના લોકોનુ ભાજપમાં સામેલ થવુ અમારી જવાબદારી નથી. તેમણે કહ્યુ, કોંગ્રેસ મારી ઉપર ભલે ગમે તેટલા આરોપ લગાવી લે પરંતુ મને કોઈ ફરક પડતો નથી.

આ પણ વાંચોઃ Hindu family in Pak need human rights: પાકમાં મસ્જિદમાંથી પાણી ભરવા મુદ્દે હિન્દુ પરિવારને શારીરિક-માનસિક ત્રાસ અપાયો- વાંચો શું છે મામલો?

યુપીની ભાજપ સરકાર પર હુમલો કરતા ઓવૈસીએ કહ્યુ, યુપીમાં ગયા ત્રણ વર્ષમાં એક પણ મુસલમાનને ઘર આપવામાં આવ્યુ નથી. યુપીમાં અત્યાર સુધી એક હજાર કરતા વધારે સાંપ્રદાયિક હુલ્લડ થઈ ચૂક્યા છે. તેમણે કહ્યુ, ઉત્તર પ્રદેશમાં ભાજપના 37 ધારાસભ્યો વિરૂદ્ધ ગુનાકીય કેસ નોંધાયેલા છે. 

ઓવૈસીએ કહ્યુ કે જેલમાં બંધ અતીક અહેમદ વિરૂદ્ધ પણ કેસ પાછો લેવામાં આવે. ઓવૈસીનો આજે અમદાવાદની સાબરમતી જેલમા બંધ ડોન અતીક અહેમદને મળવાનો કાર્યક્રમ હતો પરંતુ જેલ વહીવટીતંત્રએ આની પરવાનગી આપી નહીં. જેલ વહીવટીતંત્રએ કહ્યુ કે અતીક સાથે માત્ર તેમના પરિજન અથવા સંબંધી જ મળી શકે છે.

નોંધનીય છે કે, આ મહિને સાત સપ્ટેમ્બરે અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન ઓવૈસીની પાર્ટીમાં સામેલ થયા હતા. શાઈસ્તા પરવીને AIMIM પ્રયાગરાજ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે. 

Whatsapp Join Banner Guj