No vaccination-No entry: નો-વેકિસન, નો એન્ટ્રીના પહેલા દિવસે મ્યુનિ. બસોમાં ૧૩૦૦૦થી વધુ મુસાફરો વેકિસન વગરના મળ્યા- વાંચો વિગત

No vaccination-No entry: દાણાપીઠ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે સવારથી લઈ સાંજ સુધીમાં આવેલા મુલાકાતીઓ પૈકી ૩૦૦થી વધુલોકો વેકિસન વગરના ધ્યાનમાં આવ્યા

અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ No vaccination-No entry: અમદાવાદ શહેરમાં ગઇ કાલથી નો વેકિસન-નો એન્ટ્રીનો નિયમ અમલમાં મુકાયો છે.પહેલા દિવસે એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ.ની શહેરમાં દોડાવવામાં આવતી બસોમાંથી ૧૩૦૦૦ મુસાફરો કોરોના વેકિસન વગરના મળી આવ્યા હતા.દાણાપીઠ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે સવારથી લઈ સાંજ સુધીમાં આવેલા મુલાકાતીઓ પૈકી ૩૦૦થી વધુલોકો વેકિસન વગરના ધ્યાનમાં આવ્યા હતા.

ઉપરાંત શહેરના સાત ઝોનના ૨૮ શોપીંગ મોલમાં સતત ત્રીજા દિવસે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમ્યાન ૪૮૦ મુલાકાતીઓ વેકિસન વગરના જોવા મળ્યા હતા.તમામ લોકોને સ્પોટ ઉપર જ વેકિસન આપવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.શહેરના મેયર તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને તેમના દ્વારા લેવામાં આવેલી રસી અંગેનું સર્ટિફિકેટ બતાવી મ્યુનિ.કચેરીમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ Importance of Bhadarvi Poonam: વાંચો- શક્તિપીઠ અંબાજીમાં જ શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મેળો, શું છે ધાર્મિક મહત્વ ?

આ અંગે મળતી માહિતી મુજબ,નો વેકિસન-નો એન્ટ્રીનો નિયમ લાગૂ કરવામાં આવ્યા બાદ સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરી ઉપરાંત ગીતા મંદિર વિસ્તારમાં આવેલા આરોગ્ય ભવન ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ઝોન ઓફિસ,વોર્ડ ઓફિસ,મસ્ટર સ્ટેશનો તેમજ એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.સ્ટેશન સહીતના સ્પોટ ઉપર સવારથી જ ખાનગી સિકયોરિટીના માણસોને ફરજ ઉપર મુકવામાં આવ્યા હતા.જેઓ મુલાકાતીઓએ કોરોના વેકિસન લીધી છે કે નહીં?એ બાબતની ખાત્રી કર્યા બાદ જ મુલાકાતીઓને જે તે સ્થળે પ્રવેશ આપતા હતા.

દરમ્યાન મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરમાં દોડાવવામાં આવતી ૫૪૬ જેટલી બસોમાં ડ્રાઈવર,કંડકટર ઉપરાંત ખાસ એક માણસને ફરજ ઉપર મુકવામાં આવ્યા હતા.જે પેસેન્જરોએ કોરોના વેકિસન લીધી છે કે કેમ? એ બાબતની તપાસ કર્યા બાદ જ મુસાફરોને બસમાં બેસવા દેવામાં આવ્યા હતા.એ.એમ.ટી.એસ.ના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ,સોમવારે સાંજ સુધીમાં શહેરના વિવિધ ટર્મિનસો ઉપરથી દોડાવવામાં આવેલી એ.એમ.ટી.એસ.ની બસોમાં મુસાફરી કરવા પહોંચેલા મુસાફરો પૈકી ૭૧૧૨ અને બી.આર.ટી.એસ.માં ૬૧૬૪જેટલા મુસાફરો વેકિસન લીધા વગરના ધ્યાન ઉપર આવતા તમામને ટર્મિનસ ઉપર જ વેકિસન આપવામાં આવી હતી.

શહેરના મેયર,મ્યુનિસિપલ કમિશનર,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન વગેરે જયાં બેસીને શહેરનો વહીવટ સંભાળે છે એવા દાણાપીઠ વિસ્તારમાં આવેલી મ્યુનિ.ની મુખ્ય કચેરીમાં આવેલા મુલાકાતીઓ પૈકી ૨૬૫ મુલાકાતીઓ વેકિસન લીધા વગરના જોવા મળતા તેમને વેકિસન આપવામાં આવી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળે છે.

આ પણ વાંચોઃ Hindu family in Pak need human rights: પાકમાં મસ્જિદમાંથી પાણી ભરવા મુદ્દે હિન્દુ પરિવારને શારીરિક-માનસિક ત્રાસ અપાયો- વાંચો શું છે મામલો?

શોપીંગ મોલમાં કરવામાં આવેલી કાર્યવાહી

ઝોન    મોલ    મુલાકાતી       વેકિસન વગરના

પૂર્વ    ૦૨     ૫૨૧           ૧૭૫

પશ્ચિમ  ૦૪     ૮૪૫           ૦૫૪

ઉત્તર   ૦૮     ૮૧૭           ૮૪

દક્ષિણ  ૦૩     ૬૦૯           ૦૬૬

મધ્ય   ૦૩     ૬૧૩           ૮૦

ઉ.પશ્ચિમ ૦૬   ૫૬૭           ૧૦

દ.પશ્ચિમ ૦૨   ૨૪૨           ૧૧

બગીચાઓમાં પચાસથી વધુ લોકો વેકિસન વગરના મળ્યા

અમદાવાદ શહેરના સાત ઝોનમાં આવેલા નાના-મોટા ૨૮૩ બગીચાઓમાં પણ સવારથી વેકિસન ન લીધી હોય એવા લોકોની તપાસ કરાઈ હતી.ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડનના કહેવા પ્રમાણે,શહેરમાંથી પચાસથી વધુ લોકો વેકિસન લીધા વગરના હોવાની બાબત ધ્યાન ઉપર આવતા તમામને વેકિસન લઈ પ્રવેશ મેળવવા સુચના આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Owaisis Announcement: ગુજરાત વિધાનસભા ચૂંટણી લડશે AIMIM, ઓવૈસીએ કહ્યું- વર્ષ 1984 બાદથી ગુજરાતમાં કોઈ મુસ્લિમ મુખ્યમંત્રી નથી!

આધારકાર્ડ નથી તો વેકિસન કેમ લેવી?શ્રમિકોની વેદના

શહેરમાં ગઇ કાલથી અમલમાં મુકવામાં આવેલા નિયમના કારણે શ્રમિકોની વેદના બહાર આવવા પામી હતી.શ્રમિકો પૈકી ઘણાંની પાસે તો આધારકાર્ડ પણ નથી.આવા શ્રમિકોએ વેદના વ્યકત કરતા કહ્યુ હતુ કે,અમારે વેકિસન કયા આધાર ઉપર લેવી?

Whatsapp Join Banner Guj