Hindu Needs Human Rights

Hindu family in Pak need human rights: પાકમાં મસ્જિદમાંથી પાણી ભરવા મુદ્દે હિન્દુ પરિવારને શારીરિક-માનસિક ત્રાસ અપાયો- વાંચો શું છે મામલો?

Hindu family in Pak need human rights: હિન્દુ પરિવારની નજીકમાં આવેલી એક મસ્જિદના નળમાંથી પીવાનું પાણી ભરવાના મુદ્દે સ્થાનિક લોકોએ આખા પરિવારને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બરઃHindu family in Pak need human rights: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા રહીમયાર ખાન શહેરમાં મસ્જિદમાંથી પાણી ભરવાની બાબતે એક હિન્દુ પરિવારને માર મારવામાં આવ્યો હતો અને આખા પરિવારને ઘરમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમને ત્રાસ આપનારા આરોપીઓ ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકરો હતા.


પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમયાર ખાન શહેરમાં રહેતો આલમ રામ ભીલનો પરિવાર ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ ગરીબ પરિવાર ખેતરમાં કપાસ વીણવાનું કામ કરે છે. આ હિન્દુ પરિવારની નજીકમાં આવેલી એક મસ્જિદના નળમાંથી પીવાનું પાણી ભરવાના મુદ્દે સ્થાનિક લોકોએ આખા પરિવારને શારીરિક-માનસિક ત્રાસ(Hindu family in Pak need human rights) આપ્યો હતો.


આલમ રામ ભીલે કહ્યું હતું કે જે જમીનદારોને ત્યાં મજૂરી માટે જતાં હતા એમણે જ મસ્જિદના નળમાંથી પાણી ભરવાના મુદ્દે આખા પરિવાર ઉપર ત્રાસ વર્તાવ્યો હતો. એ જમીનદારે આખા પરિવારને એક દિવસ માટે મકાનમાં પૂરી દીધો હતો. જમીનદાર સહિતના સ્થાનિક લોકોએ પરિવાર ઉપર આરોપ લગાવ્યો હતો કે એ મસ્જિદમાંથી પાણી ભરવા આવે છે તેના કારણે મસ્જિદ અપવિત્ર થઈ જાય છે. મસ્જિદમાંથી હવે પછી પાણી નહીં ભરીએ એવી ખાતરી આપવા છતાં આખા પરિવાર સાથે મારપીટ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Importance of Bhadarvi Poonam: વાંચો- શક્તિપીઠ અંબાજીમાં જ શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મેળો, શું છે ધાર્મિક મહત્વ ?

આરોપીઓ સત્તાધારી પાર્ટી તહેરિક-એ-ઈનસાફના કાર્યકરો હતા. વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકરો આરોપી હોવાથી આલમ રામ ભીલની ફરિયાદ પણ સ્થાનિક પોલીસે દાખલ કરી ન હતી. એ પછી આલમ રામ ભીલ અને તેના પરિવારે સ્થાનિક લઘુમતી સંગઠનોનો સંપર્ક કર્યો હતો અને સ્થાનિક લઘુમતી સંગઠનોના આગેવાનો તેમ જ સત્તાધારી પાર્ટીના લઘુમતી પાંખના પ્રમુખની મદદથી પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી.


મામલો નેશનલ મીડિયામાં પહોંચ્યો એ પછી સત્તાધારી પાર્ટીએ પીડિતોને ન્યાય અપાવવાની ધરપત બંધાવી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર અત્યાચારોના બનાવો અવારનવાર બનતા રહે છે. પાકિસ્તાનમાં લગભગ ૭૫ લાખ જેટલાં હિન્દુઓ રહે છે. સૌથી વધુ હિન્દુઓ પંજાબ પ્રાંતમાં છે. આવી ઘટનાઓ પણ પંજાબ પ્રાંતમાં જ વધારે બને છે.

Advertisement
Whatsapp Join Banner Guj