PM Modi inaugurates Vibrant Gujarat Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યું
PM Modi inaugurates Vibrant Gujarat Summit: સમિટની 10મી આવૃત્તિ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજિત કરવામાં આવશે
અમદાવાદ, 10 જાન્યુઆરીઃ PM Modi inaugurates Vibrant Gujarat Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું છે. આ સમિટ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ રહી છે. આ સમિટમાં મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી અને લક્ષ્મી મિત્તલ સહિત દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કોન્ફરન્સની 10મી આવૃત્તિ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજિત કરવામાં આવશે. આ વર્ષની કોન્ફરન્સની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સમિટમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો ભાગ લઈ રહ્યા છે. જેમાં વિશ્વના ઘણા મોટા નેતાઓ, વડાપ્રધાનો અને વિશ્વની મોટી કંપનીઓના સીઈઓ ભાગ લઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલા 2003માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો… International Kite Festival: આવતીકાલે અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાશે
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો