Mukesh Ambani will buy this company

Mukesh Ambani Speech: વાઈબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણીએ કર્યું સંબોધન, જાણો શું કહ્યું…

Mukesh Ambani Speech: મારા પિતા કહેતા હતા કે ગુજરાત આપણી માતૃભૂમિ છે અને આપણું કાર્યસ્થળ પણ છેઃ મુકેશ

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ Mukesh Ambani Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કરી દીધું છે. આ સમિટમાં મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી અને લક્ષ્મી મિત્તલ સહિત દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન મુકેશ અંબાણીએ સંબોધનની શરૂઆત ‘મોદી હૈ તો મુમકીન હૈ’ શબ્દોથી કરી હતી. તેમણે આગળ કહ્યું- મારા પિતા કહેતા હતા કે ગુજરાત આપણી માતૃભૂમિ છે અને આપણું કાર્યસ્થળ પણ છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, અમે ગુજરાત સરકાર સાથે મળીને ઘણા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરીશું. અમે 2047ના વિકસિત ભારત માટે આશાવાદી છીએ. RIL ગુજરાતી કંપની હતી, છે અને રહેશે. તેનો ઉદ્દેશ 7 કરોડ ગુજરાતીઓના સપનાને સાકાર કરવાનો છે.

અંબાણીએ આગળ કહ્યું, જ્યારે રોકાણકારો નવા ભારત વિશે વિચારે છે, ત્યારે તેઓ નવા ગુજરાત વિશે વિચારે છે. તેમણે જણાવ્યું હતું કે, તેની અપ્રતિમ ટકાઉપણું અને કાયમી સફળતાને હાઇલાઇટ કરી છે. તેમણે કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સતત સફળતા એ વડાપ્રધાન મોદીની અટલ વિઝન અને આર્થિક વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

આ પણ વાંચો… PM Modi inaugurates Vibrant Gujarat Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો