kite flying

International Kite Festival: આવતીકાલે અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાશે

International Kite Festival: દેશ-વિદેશના ૯૭ પતંગબાજો ભાગ લેશે

સુરત, 09 જાન્યુઆરીઃ International Kite Festival: સુરત શહેરના આંગણે તા.૧૦મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯.૦૦થી ૫.૦૦ વાગ્યા દરમિયાન શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવનું ઉદ્દધાટન મેયર દક્ષેશ માવાણીના હસ્તે કરવામાં આવશે.

ગુજરાત પ્રવાસન નિગમ લિ. અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ૩૭, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના ૧૪ તથા ગુજરાતના સુરતના ૩૯, નવસારીના એક અને વડોદરાના પ અને ભરૂચના એક મળી કુલ ૯૭ પતંગબાજો ભાગ લેશે.

પતંગબાજોના અવનવા કરતબો માણવાના અવસરનો સુરતીઓને મળ્યો છે. જેથી સુરતીઓને ઉત્સવને માણવા માટેનો અનુરોધ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો… CM Bhupendra Patel Held A Meeting With APM Terminals CEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એપીએમ ટર્મિનલ્સના સીઈઓ કીથ સ્વેન્ડસેન સાથે બેઠક યોજી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો