PM Modi Mauritius PM Roadshow

PM Modi & Mauritius PM Road show: વડાપ્રધાન મોદી અને મોરેશિયસના પીએમ આજે અમદાવાદની મુલાકાતે, 3 વાગ્યા બાદ કરશે રોડ શો- આ માર્ગો રહેશે બંધ

PM Modi & Mauritius PM Road show: આશરે 10 હજારથી વધુ લોકો માનવ સાંકળ રચી બંને દેશના વડાપ્રધાનને આવકારશે.

અમદાવાદ, 19 એપ્રિલ: PM Modi & Mauritius PM Road show: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મોરેશિયસનાં વડાપ્રધાન પ્રવીણ જુગનૌથની મુલાકાત આજે ખાસ બની રહેશે. આજે એરપોર્ટથી ગાંધીનગર સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત છે ત્યારે  મોરેશિયસના વડાપ્રધાન સાથે રોડ શો માં ભાગ લેશે. આશરે 10 હજારથી વધુ લોકો માનવ સાંકળ રચી બંને દેશના વડાપ્રધાનને આવકારશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવીણ જુગનૌથ આજે જામનગરથી અમદાવાદ એરપોર્ટ પરત આવશે. બંને વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર સાંજે 5:30 કલાકે આવશે. ત્યારે અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પગલે તાબડતોડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સ્ટેજ પણ તૈયાર કરવામાં આવશે. એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી રોડ રિસરફેસ કરવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર રૂટ પર સાફ સફાઈ કરવી, પાર્કિગ પ્લોટમાં મેડિકલ ટીમો મુકવા જાણ કરી દેવાઈ છે.

મનપા દ્રારા મોદી અને મોરેશિયિસના પીએમના રોડ શોની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.ગુજસેલ સર્કલ થી ઈન્દિરા બ્રિજ સુધી મોદીનો રોડ શો યોજાશે ત્યારે મોરિશિયસના પીએમ સાથે પીએમ મોદીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.મનપાના ડે.મ્યુ.કમશિનર અને ઈન્ચાર્જ ડે. મ્યુ કમિશનરને જવાબદારી સોંપાઈ છે જેમાં એરપોર્ટ ગુજસેલ સર્કલથી તાજ સર્કલ થઈ હાંસોલ બ્રિજ સુધીનાં રોડ રિસરફેશ કરવામાં આવ્યા છે.

એરપોર્ટ ગુજસેલ સર્કલથી હાંસોલ બ્રિજ સુધી પાર્કિગ પ્લોટની પર પાણીની વ્યવસ્થા ગોઠવાશે.એરપોર્ટ સુધી પહોંચવા પ્રજાજનો માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવશે.સ્કુલ બોર્ડના વિદ્યાર્થીઓને રોડ શોમાં લાવવા લઈ જવાની તથા અન્ય આનુષાંગિક કામગીરી સોંપવામાં આવી છે 

આ પણ વાંચોઃ Vadodara violence: દિલ્હીના જહાંગીરપુરી અને કર્ણાટકના હુબલીમાં કોમી હિંસા બાદ વડોદરા અને વેરાવળમાં પણ કોમી છમકલું

એરપોર્ટના બંને બાજુએ સ્ટેજ અને રોડ શોના રુટની બંને બાજુએ વ્યવસ્થા ગોઠવાશે.રોડ શો દરમિયાન મેડિકલ ફસ્ટ એઈડ કિઓસ્ક પણ બનાવાશે.જુદા જુદા સ્થળો પર ફાયર અને ઈમરજન્સી વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. રોડ શો દરમિયાન સાંસ્કૃત્તિક કાર્યક્રમ પણ ગોઠવાયા જેમાં કલકારો ખાસ પરફોર્મન્સ આપશે.સાંજે 5 વાગે તમામ અધિકારીઓને રુટ પર પહોંચી કામગીરીના નિરિક્ષણ માટે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

આરોપમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના હોવાથી શાહીબાગ ડફનાળા થી નોબલ ટી સુધીનો રસ્તો આજે બપોરે ત્રણ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન ચાલકો માટે બંધ રહેશે. જેથી વાહન ચાલકો શાહીબાગ દફનાલા વિઠ્ઠલ નગર થી મેઘાણીનગર ચાર રસ્તા થઇને રામેશ્વર ચાર રસ્તા મેમ્કો ચાર રસ્તા થઇને ગેલેક્સી તરફ જઈ શકશે એરપોર્ટ ટિકિટ બતાવશે તો તેને જવા દેવામાં આવશે સાથે જ હોસ્પિટલ જ દર્દીઓ અને પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થીઓને યોગ્ય પુરાવાને આધારે જવા દેવાશે.

આ પણ વાંચોઃ KGF 2 Earns Over Rs 550 crore: ‘KGF 2’એ ઈતિહાસ રચ્યો, 4 દિવસમાં 550 કરોડથી વધુની કમાણી કરી

Gujarati banner 01