KGF 2

KGF 2 Earns Over Rs 550 crore: ‘KGF 2’એ ઈતિહાસ રચ્યો, 4 દિવસમાં 550 કરોડથી વધુની કમાણી કરી

KGF 2 Earns Over Rs 550 crore: 14 એપ્રિલે રિલીઝ થયેલી ‘KGF 2’ જે ગતિએ બોક્સ ઓફિસ પર આગળ વધી રહી છે એ જોતાં લાગે છે કે ફિલ્મ ‘RRR’ કરતાં વધુ કમાણી કરી

મનોરંજન ડેસ્ક, 18 એપ્રિલઃ KGF 2 Earns Over Rs 550 crore: સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘KGF 2’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મ જે રીતે કમાણી કરી રહી છે એનાથી રાજમૌલિની ‘RRR’ પણ પાછળ પડી જશે. રાજમૌલિની ફિલ્મે 1082 કરોડની કમાણી કરી છે. જોકે 14 એપ્રિલે રિલીઝ થયેલી ‘KGF 2’ જે ગતિએ બોક્સ ઓફિસ પર આગળ વધી રહી છે એ જોતાં લાગે છે કે ફિલ્મ ‘RRR’ કરતાં વધુ કમાણી કરશે. ફિલ્મે વર્લ્ડવાઇડ 500 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મના હિંદી વર્ઝને ‘RRR’ના હિંદી વર્ઝનને કમાણીમાં ક્યાંય પાછળ મૂકી દીધું છે.

ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને કહ્યું હતું કે ‘KGF 2’એ માત્ર ચાર દિવસમાં વિશ્વભરમાં 552 કરોડની કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 165.37, બીજા દિવસે 139.27, ત્રીજા દિવસે 115.08 તથા ચોથા દિવસે 132.13 કરોડની કમાણી કરી છે. ચાર દિવસમાં ફિલ્મે 551.83 કરોડ કમાયા છે.

આ પણ વાંચોઃ Rape case: 9 વર્ષના બાળક દ્વારા 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ- વાંચો વિગત

તરણ આદર્શે કહ્યું હતું, ફિલ્મના હિંદી વર્ઝને ઈતિહાસ રચ્યો છે. ફિલ્મ રિલીઝના પાંચ દિવસની અંદર 200 કરોડ ક્લબમાં સામેલ થશે. ‘બાહુબલી 2’ રિલીઝના છઠ્ઠા દિવસે 200 કરોડ ક્લબમાં એન્ટર થઈ હતી. ‘KGF 2’એ ગુરુવારે, 53.95 કરોડ, શુક્રવારે 46.79, શનિવારે 42.90 તથા રવિવારે 50.35 કરોડની કમાણી કરી હતી. ચાર દિવસની અંદર ફિલ્મના હિંદી વર્ઝને 193.99 કરોડ કમાયા છે.

‘RRR’એ ચાર દિવસની અંદર 91.50 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ 25 માર્ચે રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે 19 કરોડ, બીજા દિવસે 24 કરોડ, ત્રીજા દિવસે 31.50 કરોડ તથા ચોથા દિવસે 17 કરોડની કમાણી કરી હતી.

આ પણ વાંચોઃ Big decision for loudspeaker: લાઉડ સ્પીકરને લઇ મહારાષ્ટ્ર સરકારે સંભળ્યો પોતાનો નિર્ણય, કહી મોટી વાત

Gujarati banner 01