PM Modi will Inaugurate Dwarka Expressway: PM મોદી આજે દ્વારકા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
PM Modi will Inaugurate Dwarka Expressway: પીએમ મોદી ઐતિહાસિક દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરશે.
નવી દિલ્હી, 11 માર્ચઃ PM Modi will Inaugurate Dwarka Expressway: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુગ્રામમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરમાં 1 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી ઐતિહાસિક દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. આનાથી NH-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેના ટ્રાફિકને સરળ બનાવવામાં અને ભીડ ઘટાડવામાં મદદ મળશે.
આ પણ વાંચોઃ UPCOMING IPO : સુરતની કંપની દેશનો સૌથી મોટો SME IPO લાવશે, આ તારીખે સબ્સ્ક્રિપશનની તક મળશે
નિવેદન અનુસાર, આઠ લેનવાળા દ્વારકા એક્સપ્રેસ વેના 19 કિલોમીટર લાંબા હરિયાણા સેક્શનનું નિર્માણ અંદાજે 4,100 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આ મુજબ, તે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ અને ગુરુગ્રામ બાયપાસને પણ સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ સિવાય PM મોદી જે અન્ય મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે તેમાં દિલ્હીના નાંગલોઈ-નજફગઢ રોડથી સેક્ટર 24 દ્વારકા સેક્શન સુધી 9.6 કિમી લાંબા સિક્સ લેન અર્બન એક્સટેન્શન રોડ-IIનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશમાં NH-21 ના કિરાતપુર થી નેરચોક સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે, જેની કિંમત 3,400 કરોડ રૂપિયા છે. નિવેદન અનુસાર, તેઓ કર્ણાટકમાં 2,750 કરોડ રૂપિયાના ડોબાસપેટ-હેસ્કોટ સેક્શનનું અને દેશભરના વિવિધ રાજ્યોમાં 20,500 કરોડ રૂપિયાના 42 અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી દેશભરમાં વિવિધ નેશનલ હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
