IPO

UPCOMING IPO : સુરતની કંપની દેશનો સૌથી મોટો SME IPO લાવશે, આ તારીખે સબ્સ્ક્રિપશનની તક મળશે

UPCOMING IPO : SME IPO 15 માર્ચથી 19 માર્ચ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે

બિઝનેસ ડેસ્ક, 11 માર્ચઃ UPCOMING IPO : સુરત સ્થિત કેપી ગ્રીન એન્જીનીયરીંગ લિમિટેડ કે જે  કેપી ગ્રૂપની અગ્રણી એન્ટિટી છે તે દેશના અત્યાર સુધીના સૌથી મોટા SME IPO ના લોન્ચિંગ સાથે ભારતના મૂડીબજારોમાં ઇતિહાસ રચવા માટે તૈયાર છે.15 માર્ચે લોન્ચ થવા માટે સુનિશ્ચિત થયેલ IPO કંપની અને મોટા પ્રમાણમાં સેક્ટર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

આ પણ વાંચોઃ Discount on Statue Of Unity Ticket: સ્ટેચ્યુ ઑફ યુનિટીની ટિકિટમાં 50 ટકા રાહત આપવાનો નિર્ણય લેવાયો, પરંતું જાણો કોને કોને મળશે આ લાભ?

કેપી ગ્રીન એન્જિનિયરિંગ હોટ-ડીપ ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ સ્ટ્રક્ચર્સના ઉત્પાદનમાં તેની કુશળતા માટે પ્રખ્યાત છે. કંપની તેના ઈક્વિટી શેરની કિંમત રૂપિયા 137 થી રૂપિયા 144 ની આકર્ષક રેન્જમાં છે. જેની ફેસ વેલ્યુ રૂપિયા 5 છે. રોકાણકારો આઈપીઓના ઓપનિંગની આતુરતાપૂર્વક અપેક્ષા રાખે છે 15 માર્ચથી 19 માર્ચ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે.

આ પણ વાંચોઃ Indian Women Died in Australia: ઓસ્ટ્રેલિયામાં ભારતીય મહિલાની હત્યા, મૃતદેહ કચરાપેટીમાંથી મળ્યો- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો