Breaking news 02

Electoral Bonds Case: સુપ્રીમકોર્ટે અરજી ફગાવતાં આવતીકાલે ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવાનો SBIને આપ્યો આદેશ

Electoral Bonds Case: સુપ્રીમકોર્ટે એસબીઆઈ બેન્કને આ બોન્ડ ખરીદનારા અને તેને રોકડમાં વટાવનારાઓની તમામ વિગતો અને આંકડા જાહેર કરવા કહ્યું

નવી દિલ્હી, 11 માર્ચઃ Electoral Bonds Case: ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકાયા બાદ સુપ્રીમકોર્ટે એસબીઆઈ બેન્કને આ બોન્ડ ખરીદનારા અને તેને રોકડમાં વટાવનારાઓની તમામ વિગતો અને આંકડા જાહેર કરવા કહ્યું હતું. જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ફરી એકવાર આ મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો.

સુપ્રીમકોર્ટમાં એસબીઆઈએ માગ કરી હતી કે તેમને વધુ સમય આપવામાં આવે અને જૂન પછી આંકડા જાહેર કરવામાં આવે. હવે આ મામલે સુપ્રીમકોર્ટે એસબીઆઈને આવતીકાલે જ વિગતો જાહેર કરવા આદેશ કરી દીધો છે. એટલે કે દેશની સૌથી મોટી બેન્કે 12 તારીખે ચૂંટણી બોન્ડને લગતી તમામ વિગતો જાહેર કરવી પડશે. આ સાથે જ ચૂંટણીપંચને કહેવામાં આવ્યું કે 15 માર્ચ સુધી તે આ વિગતો વેબસાઈટ પર અપલોડ કરે.

આ પણ વાંચોઃ PM Modi will Inaugurate Dwarka Expressway: PM મોદી આજે દ્વારકા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો