Preparations for PM Modi’s reception: પીએમ મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, એરપોર્ટથી ભાજપ કાર્યાલય સુધી સ્વાગતની તૈયારી
Preparations for PM Modi’s reception: PM મોદી આજે સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેઓ એરપોર્ટથી ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ સુધી રોડ શો કરશે
અમદાવાદ, 11 માર્ચઃ Preparations for PM Modi’s reception: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. કોરોનાકાળ પછી આ પહેલીવાર છે જ્યારે મોદી ગુજરાતમાં કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી આજે સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેઓ એરપોર્ટથી ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ સુધી રોડ શો કરશે. આ દરમિયાન તેમના સ્વાગત માટે લગભગ 4 લાખ લોકો એકઠા થશે. જેમાં વિવિધ સમાજ, સંસ્થાઓ, એનજીઓ અને ભાજપના કાર્યકરોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. ‘કમલમ’માં વડાપ્રધાન ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરશે. આ પછી, સાંજે, સરપંચો સંમેલનમાં હાજર રહેશે, જેમાં લગભગ 1.50 લાખ લોકો ભાગ લેશે.
ખેલ મહાકુંભ માટે 46 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી
12 માર્ચે વડાપ્રધાન મોદી નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભની શરૂઆત કરશે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 1100 કલાકારો સાથે ભવ્ય રોશનીનો કાર્યક્રમ પણ યોજાશે. આમાં ખેલાડીઓ ઉપરાંત અન્ય રમતો સાથે જોડાયેલા લોકો પણ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે, સરદાર સ્ટેડિયમ સિવાય રાજ્યમાં 500 થી વધુ સ્થળોએ ખેલ મહાકુંભ યોજાશે. આ માટે 46 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

ગૃહમંત્રીએ ‘કમલમ’માં સુરક્ષાની સમીક્ષા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 માર્ચે ગુજરાતની બે દિવસીય મુલાકાતે એરપોર્ટથી સીધા ગાંધીનગર કમલમ ઓફિસ જશે. જેના કારણે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે કમલમની ઓફિસે પહોંચ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સંઘવીએ ઓફિસમાં જ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, ગાંધીનગર એસપી મયુર ચાવડા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.
પીએમ મોદીની મુલાકાતને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. સામાન્ય રીતે આવા પ્રસંગે ભાજપના કાર્યકરો ભાજપના ખેસ અને ઝંડા સાથે જોવા મળે છે. પરંતુ, આ વખતે ભાજપના દુપટ્ટાની સાથે કમલમ ઓફિસની બહાર લોકેટ અને મંગળસૂત્ર પણ વેચાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Refined Oil: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, ખાદ્ય તેલમાં ઐતિહાસિક વધારો- વાંચો નવા ભાવ વિશે
પીએમ મોદી 11 માર્ચનો કાર્યક્રમ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
- એરપોર્ટથી કમલમ ઓફિસ સુધી તેમનો ભવ્ય રોડ શો યોજવામાં આવશે.
- ભાજપની ટીમની સાથે ધારાસભ્યો, સાંસદો અને જરૂરી પદાધિકારીઓ પણ રોડ શોમાં ભાગ લેશે.
- ત્યારબાદ પીએમ મોદી કાર્યાલયમાં ગુજરાતના ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે અને નેતાઓ સાથે લંચ લેશે.
- ત્યારબાદ તેઓ સાંજે રાજભવન જશે અને ત્યાંથી તેઓ જીએમડીસીમાં સ્થાનિક સંસ્થાની ગુજરાત પંચાયત જનરલ કોન્ફરન્સમાં ભાગ લેશે.
