PM modi road show in Ahmedabad

PM modi road show in Ahmedabad: 4 રાજ્યોમાં બીજેપીની જીતનો વિજયોત્સવ ગુજરાતમાં, જુઓ PM મોદીના રોડ શોની તસ્વીરો અને વીડિયો

PM modi road show in Ahmedabad: કમલમ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં જોવા મળી

અમદાવાદ, 11 માર્ચઃPM modi road show in Ahmedabad: કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં જોવા મળે છે. પીએમ મોદી ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે.

એરપોર્ટથી કમલમ સુધીના ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાન મોદી કમલમ ખાતે ભાજપના ધારાસભ્યો, સાંસદો, પક્ષના હોદ્દેદારો સાથે સંવાદ સાધશે. આ બેઠક માટે પદાધિકારીઓ સહિત માત્ર 430 આગેવાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર સૌ આગેવાનોને ડિઝિટલ કિયોસ્કથી જ કમલમમાં પ્રવેશ મળવાનો હોવાથી પોતાના કોઈ વ્યક્તિને નલાવવા અને પ્રદેશ કાર્યલાયમાં સામૂહિક વાહનમાં આવવા આદેશ કરવામાં આવ્યો છે.

@ 12:45 PM

2 કલાકના રોડ શો બાદ કમલમ પહોંચ્યો કાફલો

એરપોર્ટથી કમલમ સુધીના 10 કિમી લાંબા રોડ શો બાદ આશરે 2 કલાકે વડાપ્રધાન મોદીનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો છે. કમલમ ખાતે ફૂલોનો વરસાદ કરીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું. 

content image bb21533d 762c 44ff b160 c98e1042bc27

@ 12:30 PM

વડાપ્રધાન મોદીનું વતનમાં અનેરૂં સ્વાગત

વડાપ્રધાનના અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન બાદ કમલમ સુધીનો ભવ્ય રોડ શો યોજાયો જેમાં લાખો લોકોની ભીડ જોવા મળી રહી છે. રસ્તાની બંને બાજુ કેસરીયા શણગારની વચ્ચે વડાપ્રધાનનો કાફલો આગળ વધી રહ્યો છે ત્યારે લોકો પણ કેસરી રંગના ફુગ્ગાઓ અને બેનર્સ વગેરે સાથે વડાપ્રધાનનું સ્વાગત કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ Preparations for PM Modi’s reception: પીએમ મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, એરપોર્ટથી ભાજપ કાર્યાલય સુધી સ્વાગતની તૈયારી

એરપોર્ટ ખાતે વડાપ્રધાનનું સ્વાગત

અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાનનું આગમન થયું ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનો ભાવભર્યો સત્કાર કર્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ સચિવો અને મુલ્કી અધિકારીઓએ પણ પ્રધાનમંત્રીનું અભિવાદન કરીને તેમને આવકાર્યા હતા.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.