Edible oil image

Refined Oil: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, ખાદ્ય તેલમાં ઐતિહાસિક વધારો- વાંચો નવા ભાવ વિશે

Refined Oil: પામતેલમાં પણ રૂ।.110નો અને કપાસિયા તેલમાં રૂ।.90નો વધારો થયો છે

બિઝનેસ ડેસ્ક, 11 માર્ચઃ Refined Oil: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર મોંઘવારી પર પડી રહી છે. રાજધાની લખનઉમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. દરમિયાન, જથ્થાબંધ વેપારીઓ દ્વારા મહત્તમ છૂટક ભાવ કરતાં વધુ ભાવે ખાદ્યતેલનું (Refined Oil) વેચાણ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

તે જ સમયે, વેપારીઓ દલીલ કરે છે કે યુદ્ધ આયાત અને નિકાસને અસર કરી રહ્યું છે, જેના કારણે તેલના ભાવમાં વધારો થયો છે. આજે રાજકોટ સિંગતેલમાં રૂ।.50, ગઈકાલે રૂ।.60 સહિત બે દિવસમાં જ 15 કિલો ટીનમાં રૂ।.110નો ઐતહાસિક વધારો થયો છે. તો પામતેલમાં પણ રૂ।.110નો અને કપાસિયા તેલમાં રૂ।.90નો વધારો થયો છે.

આ પણ વાંચોઃ PM Modi victory speech:ચાર રાજ્યોના જીત બાદ પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા, કહી આ વાત- વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.