Janmashtami

Janmashtami 2022: આજે જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ પૂજા આ વસ્તુઓ વિના અધૂરી માનવામાં આવે છે- વાંચો વિગત

Janmashtami 2022: શ્રીકૃષ્ણના બાળપણમાં નંદબાબાએ તેમને વાંસળી આપી હતી. તે પછી શ્રીકૃષ્ણએ હંમેશાં તેને પોતાની સાથે જ રાખી

ધર્મ ડેસ્ક, 19 ઓગષ્ટઃ Janmashtami 2022: જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાલ ગોપાલની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. જ્યોતિષ પ્રમાણે શ્રીકૃષ્ણની પૂજામાં થોડી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ વસ્તુઓ વિના કૃષ્ણ પૂજા અધૂરી માનવામાં આવે છે. જાણો આ વસ્તુઓ કઈ-કઈ છે….

વાંસળી-
શ્રીકૃષ્ણના બાળપણમાં નંદબાબાએ તેમને વાંસળી આપી હતી. તે પછી શ્રીકૃષ્ણએ હંમેશાં તેને પોતાની સાથે જ રાખી. તે શ્રીકૃષ્ણની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે. વાસ્તુ પ્રમાણે પણ વાંસળી ઘરમાં રાખવી શુભ હોય છે. કૃષ્ણ પૂજામાં વાંસળી જરૂર રાખવી જોઈએ.

ગૌમાતાની મૂર્તિ-
ભગવાન શ્રીકૃષ્ણ બાળપણથી જ ગાયો વચ્ચે રહ્યાં. તેમને ગાયના દૂધથી બનેલું માખણ ખૂબ જ પ્રિય છે. તેઓ ગાયને ચરાવવા જતાં હતાં. ગાયને ભોજન કરાવવું, ગાયનું દાન કરવું અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે ગાયની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Advertisement

તુલસીના પાન અને તુલસીની માળા-
ભગવાન શ્રીકૃષ્ણને તુલસી વિના ભોગ ધરાવવામાં આવતો નથી. બાળ ગોપાલની મૂર્તિ સાથે તુલસીની માળા ચોક્કસ રાખવી જોઈએ.

મોરપાંખ-
શ્રીકૃષ્ણને રાધાએ મોરપાંખ આપ્યું હતું. ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણ તેને પોતાની સાથે હંમેશાં રાખે છે. મોરપાંખ વિના શ્રીકૃષ્ણનો શ્રૃંગાર અધૂરો રહે છે. એટલે કૃષ્ણ મૂર્તિ સાથે મોરપાંખ જરૂર રાખો.

આ પણ વાંચોઃ PM kisan samman nidhi yojana: સરકારની આ યોજના હેઠળ પતિ-પત્ની બંનેને મળી શકે છે 6000 રૂપિયા? જાણો આ છે નિયમ

Advertisement

માખણ-મિશ્રી-
ઘરના મંદિરમાં રોજ સવાર-સાંજ ભોગ ધરાવવો જોઈએ. શ્રીકૃષ્ણને માખણ-મિશ્રી ચઢાવો, કેમ કે તે ભગવાનનો સૌથી પ્રિય ભોગ છે. તેના વિના કૃષ્ણમ પૂજા અધૂરી મનાય છે.

વૈજયંતી માળા-
વૈજયંતી એક છોડનું નામ છે. તેના પાન થોડા લાંબા હોય છે, પહોળાઈ ઓછી હોય છે. આ છોડમાં ડાળીઓ હોતી નથી. વૈજયંતીમાં આવતા ફૂલ લાલ કે પીળા રંગના હોય છે. આ ફૂલ સાથે જ નાના-નાના ગોળ દાણા પણ હોય છે, જે થોડા કઠોર હોય છે. આ કઠોર દાણામાં કાણું પાડીને માળા બનાવવામાં આવે છે. આ માળા કોઈપણ પૂજન-સામગ્રીની દુકાનમાં સરળતાથી મળી શકે છે. આ માળા શ્રીકૃષ્ણ ખાસ ધારણ કરે છે.

વસ્ત્ર અને આસન-
ભગવાન શ્રીકૃષ્ણને પીળા ચમકીલા વસ્ત્ર પહેરાવવા જોઈએ. સાથે જ તેમનું એવું જ સુંદર આસન પણ હોવું જોઈએ.

Advertisement

આ પણ વાંચોઃ Mumbai police on high alert: સમુદ્રકાંઠે બે શંકાસ્પદ બોટ મળી આવતા મુંબઈ પોલીસ થઇ એલર્ટ

Gujarati banner 01