Rain pic 1

Rainy conditions all over gujarat: જન્માષ્ટમીના પ્રસંગે લગભગ સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ

Rainy conditions all over gujarat: અત્યાર સુધી સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો છે. જેથી સમગ્ર ચોમાસાની સિઝનના કુલ વરસાદની સરેરાશને જોતા 58ટકા વરસાદની હજી પણ ઘટ છે

ગાંધીનગર, 30 ઓગષ્ટ: Rainy conditions all over gujarat: જન્માષ્ટમીના પ્રસંગે લગભગ સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરથી માંડીને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધી સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો છે. જેથી સમગ્ર ચોમાસાની સિઝનના કુલ વરસાદની સરેરાશને જોતા 58ટકા વરસાદની હજી પણ ઘટ છે. જો કે ફરી એકવાર વરસાદની શક્યતાથી સરકાર, જનતા અને ખેડૂતોને રાહત થઇ રહી છે.

સરકાર પણ દુષ્કાળની સ્થિતિની તૈયારીઓ પણ સરકારે શરૂ કરી દેવામાં આવી હતી. મોટા ભાગના શહેરોમાં ગરમી બેકાબુ બની હતી. જો કે હાલમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરમાં પ્રથમ અઠવાડીયા દરમિયાન વરસાદી ઝાપટાથી માંડીને 1થી 3  ઇંચ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Vinod kumar: ટોક્યો પેરાલમ્પિક જીતેલો કાંસ્ય પદક વિનોદ કુમારને નહીં મળે- વાંચો શું છે કારણ ?

હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસમાં પંચમહાલ, ખેડા, વડોદરા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, નર્મદા અને ભરૂચમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 

આ ઉપરાંત સપ્ટેમ્બર દરમિયાન પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ,નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. 3થી10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. 

Whatsapp Join Banner Guj