Serious charges against Hardik Patel: મનસુખ મંડાવિયા પર જોડું ફેંકનાર પાસના જ જુના સાથીદાર સોનાણીએ હાર્દિક પટેલ પર લગાવ્યા ગંભીર આરોપ
Serious charges against Hardik Patel: હાર્દિકના પિતાને સનથાલ ફ્લેટ નજીક 10 લાખ રૂપિયા આપવમાં આવ્યા હતા
ગાંધીનગર, 25 મેઃ Serious charges against Hardik Patel: હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષ છોડતા જ પાસના જુના સાથીદારોની તીખી પ્રતિક્રિયા અને ગંભીર આરોપ લગાડવાનું શરૂ થઇ ગયું છે. મંત્રી મનસુખ માંડવીયા પર જોડું ફેંકનાર અને પાસના જુના સાથીદાર ભાવેશ સોનાણી દ્વારા ગંભીર આરોપ હાર્દિક પટેલ પર લગાડવામાં આવ્યા છે.
ભાવેશ સોનાણીએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલના કહેવાથી જ મેં મનસુખ માંડવીયા પર જોડું ફેંક્યું હતું અને હાર્દિક પટેલ દ્વારા 2017માં પૈસા લઈને ચૂંટણીની ટિકિટ વહેંચવામાં આવી હતી. ગારિયાધાર ટિકિટ માટે હાર્દિક પટેલે રૂપિયા લીધા હતા અને હાર્દિક પટેલ હવે મનસુખ માંડવીયાના હાથે ખેસ પહેરવા માંગે છે. હાર્દિક મને ગુમરાહ કરી રહ્યો હતો. ભાવેશ સોનાણી પર હાલમાં બે કેસ ચાલુ છે
હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડતા જ પાસના આગેવાને હાર્દિકના ચિઠ્ઠા ઉખેડવાનું શરૂ કરી દીધું છે. હાર્દિકના પિતાને સનથાલ ફ્લેટ નજીક 10 લાખ રૂપિયા આપવમાં આવ્યા હતા અને આંગડિયા દ્વારા 7 લાખ અને 6 લાખ મોકલવામાં આવ્યા હતા. કોંગ્રેસ છોડનાર હાર્દિક પટેલ પર ભાવેશ સોનાણીએ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
નોંધનીય છે કે હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષ તરફ નારાજગી હતી અને જેને પગલે તેને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું જોકે કોંગ્રેસમાંથી રાજીનામાં આપીદીધા બાદ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા તે જ રીતે હાર્દિક પટેલ ભાજપના સુર બોલવા લગતા પાસના નેતા દ્વાર હાર્દિક પટેલ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.
ભાવેશ સોનાણીના હાર્દિક પટેલ પર ગંભીર આરોપ બાદ હાર્દિકની શું પ્રતિક્રિયા હશે તે સમય જ નક્કી કરશે પરંતુ હાલ ચૂંટણી નજીક હોવાથી રાજકીય માહોલ વધુ ગરમ થશે તે નક્કી છે અને હાર્દિક પટેલ ક્યાં પક્ષમાં જોડાઈ છે તે પણ જોવાનું રહશે.(સોર્સઃન્યુઝ રીચ)
