Samajwadi Party candidates final

Samajwadi Party candidates final: સપાએ રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો કર્યા ફાયનલ, આજે જ ભરશે ઉમેદવારી પત્ર

Samajwadi Party candidates final: રાજ્યસભામાં સપાના પાંચ સભ્યો છે. તેમાં કુંવર રેવતી રમન સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાર 4 જુલાઈના ખત્મ થઈ રહ્યો છે. 

નવી દિલ્હી, 25 મેઃ Samajwadi Party candidates final: સમાજવાદી પાર્ટીએ પોતાના રાજ્યસભા ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે. પરંતુ હજી અધિકૃત જાણકારી આપી નથી. પાર્ટીના સૂત્રો અનુસાર, સમાજવાદી પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની અને પૂર્વ સાંસદ ડિંપલ યાદવને રાજ્યસભા મોકલવામાં આવી રહી છે. બુધવારે બપોરે કપિલ સિબ્બલે સપા કાર્યાલય પહોંચી અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી. જણાવવામાં આવી રહ્યું છે કે, ત્રણ ઉમેદવારો આજે જ ઉમેદવારી પત્ર ભરશે. 

આ ઉપરાંત વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલનું નામ પણ યાદીમાં જણાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારે જાવેદ અલી ખાનને પણ પાર્ટી રાજ્યસભા મોકલી રહી છે. તેઓ પહેલા પણ સપાના રાજ્યસભા સભ્ય રહી ચૂક્યા છે. મહત્વનું છે કે, હજુ સુધી રાજ્યસભામાં સપાના પાંચ સભ્યો છે. તેમાં કુંવર રેવતી રમન સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાર 4 જુલાઈના ખત્મ થઈ રહ્યો છે. 

આ પણ વાંચોઃ Serious charges against Hardik Patel: હાર્દિક કોંગ્રેસમાં જોડાતા બળાપો, મનસુખ મંડાવિયા પર જોડું ફેંકનાર પાસના જ જુના સાથીદાર સોનાણીએ લગાવ્યા ગંભીર આરોપ

નોંધનિય છે કે, સપાના કદ્દાવર નેતા આઝમ ખાંએ મંગળવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, જો પાર્ટી સુપ્રીમ કોર્ટના અધિવક્તા કપિલ સિબ્બલને રાજ્યસભા મોકલે તો સારી વાત છે. કપિલ સિબ્બલને રાજ્યસભા મોકલવા પર મને સૌથી વધુ ખુશી થશે. આ પહેલા પણ તેઓ કપિલ સિબ્બલના વખાણ કરતા તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરી ચુક્યા છે.

આઝમ ખાંએ એમ પણ કહ્યું હતું કે, રામપુરથી તેઓ ઉપચુંટણી નહીં લડે. કોઈ ભાઈ ઉમેદવાર હોય તેઓને કોઈ પરેશાની નહીં થાય. સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ સાથે મુલાકાતના સવાલ પર આઝમે કહ્યું કે, તેઓ મોટા નેતા છે અને પોતાની મર્જીના માલિક છે. તેમના વિશે કોઈ કમેન્ટ કરી શકાય નહીં. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Hardik Patel said a big thing about Congress leaders: કોંગ્રેસના નેતાઓ કોઇ પણ રીતે ટીવીમાં ચર્ચામાં રહેવા માંગે છે – હાર્દિક પટેલ

Gujarati banner 01