રાજપીપલા નજીક બાઈક પર જતા ખેડૂત ને મારમારી લૂંટ કર્યાં નો ચોંકાવનારો બનાવ
રાજપીપલા નજીક રાજપરા ગામના રસ્તે બાઈક પર જતા ખેડૂત. ને મારમારી લૂંટ કર્યાં નો ચોંકાવનારો બનાવ. સોના ની ચૈન અને રોકડા રૂપિયા ની લૂંટ ચલાવી સાત ઈસમો નાસી છૂટ્યા.
અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૦૪ નવેમ્બર: રાજપીલા નજીક રાજપરા ગામ પાસે સમી સાંજે લૂંટ ની ચોંકવાનરી ઘટના પોલિસ મથકે. નોંધવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લા ભાજપ ના અગ્રણી સહકારી આગેવાન જ્યાં રહે છે તે. રાજપરા ગામ ના ખેડૂત ગઈકાલે સાંજે છ વાગ્યા ના સુમારે પોતાના ખેતરે થી ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે અચાનક ત્રણ બાઈક પર આવેલ સાત જેટલા ઈસમો એ ખેડૂત જીતુભાઇ નટવર ભાઈ પટેલ ને આંતરી લઇ અચાનક તેમના પર હુમલો કરી ઢીકાપાટુ નો માર મારી જીતુભાઈ કઈ સમજે તે પહેલા તેમના ગળા ની સોનાની ચેઇન ખુંચવી તેમની પાસે ના કપાસ વેચાણ ના રોકડા રૂપિયા. સત્તર હજાર લૂંટી લઇ લૂંટારા નાસી છૂટ્યા હતા
જીતુભાઇ એ બુમાબુમ કરી પરંતુ અંધારા નો લાભ લઇ આવેલા ઈસમો નાસી છૂટવા માં સફળ રહ્યા હતા ઘટના સંદભૅ. જીતુભાઇ એ. આમલેથા પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી જાણવા મળ્યા મુજબ. આવેલા ઈસમો એ ઘટના અગાઉ નજીક ના સિસોદરા અને કંદરોજ ગામ માં પણ લૂંટ ના ઇરાદે મારા મારી કરી હતી પણ હતી પણ નિષ્ફળ રહ્યા હતા. બાદ રાજપરા ની સિમ માં લૂંટ કરવા માં સફળ રહ્યા હતા રોજ દિવસ રાત વાહનો અને અવરજવર થી ભરચક રસ્તા પર લૂંટ ની ઘટના થી આસપાસ ના પંથક માં ડર નો માહોલ ફેલાયો છે