ambaji 1

Silence in Chacharchok: શક્તિપીઠ અંબાજી માં પણ માતાજી ના ચાચર ચોકમાં ખેલૈયાઓની ઝાકમઝોળ હોય છે ત્યા સન્નાટો છવાયો

અહેવાલ- મહેન્દ્ર અગ્રવાલ

અંબાજી, 09 ઓક્ટોબરઃ Silence in Chacharchok: નવરાત્રી નું આજે ત્રીજુનોરતું છે ને કોરોના ની મહામારી ના કારણે રાજ્યભર ના કેટલાક મંદિરો માં તેમજ પાર્ટીપ્લોટો ખેલૈયા વગર સુમસામ જોવા મળી રહ્યા છે શક્તિપીઠ અંબાજી માં પણ માતાજી ના ચાચર ચોકમાં ખેલૈયાઓની ઝાકમઝોળ હોય છે ત્યા સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે થતા મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર ને લાઈટીંગ ડેકોરેસ કરી શણગારાયુ છે.

આ પણ વાંચોઃ Use of kuldi: અમિત શાહે કહ્યું- કુલડીનો ઉપયોગ રોજગારી સાથે પ્લાસ્ટિક-પ્રદૂષણમુક્ત ભારતની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે

એટલુજ નહી યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ના ચાચરચોક માં 70 વર્ષ થી ગરબા નું આયોજન કરતું નવયુવક પ્રગતિ મંડળ એ આ વખતે ભલે ગરબા મુલત્વી રાખ્યા હોય છતા પણ આયોજક મંડળના સભ્યો દ્વારા માતાજી ના ચાચરચોક માં માતાજી ની આરતી કરી ગરબાનું કરવઠું પૂર્ણ કર્યું હતું અમ્બાજી મંદિરના ચાચરચોકમાં નવ યુવક પ્રગતિ મંડળના સભ્યો દ્વારા ચાચરચોક માં સોશ્યિલ ડિસ્ટન્સ માં બેસી ને માતાજી ની ધૂન બોલાવી હતી.

આ રીતે નોરતા ના પર્વનીસાદગી પૂર્ણ મહોત્સવ મનાવ્યો હતો ને આજરીતે બાકી ની રાત્રી એ માતાજી ની આરતી ચાચરચોક માંથી કરી માતાજીની ધૂન કરીને નવરાત્રી મનાવશે તેમ મહેશભાઈ પંડ્યા ( પ્રમુખ,ગરબા આયોજક મંડળ) અંબાજી એ જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Abandoned child: સ્વામિનારાયણ મંદિર પાસે દોઢ વર્ષના બાળકને તરછોડી યુવક ફરાર, આખરે બાળકના પિતાની મળી ઓળખ- વાંચો સંપૂર્ણ અહેવાલ

Whatsapp Join Banner Guj