Suman Vidyalaya

Suman Vidyalaya: સુમન વિદ્યાલય અને સાર્થક સ્કૂલમાં બાળરંજન રંગારંગ સભા યોજાઈ

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

અમદાવાદ, 13 સપ્ટેમ્બર: Suman Vidyalaya: અમદાવાદના નારણપુરા સ્થિત સુમન વિદ્યાલય ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદિપની સાહિત્ય પર્વના સંયુક્ત ઉપક્રમે બાળરંજન રંગારંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય અર્પિતભાઈ પટેલે બાળસાહિત્યકાર ભરત પંચોલીનું સ્વાગત કરી તેમનો પરિચય આપવાથી થઈ હતી. ભરત પંચોલીએ સરળ અને રસપ્રદ ભાષામાં ‘દયાબાની ડાહી વાતો’ની વાર્તા રજૂ કરી બાળકોને મનોરંજન સાથે જીવનમૂલ્યોનો સંદેશ આપ્યો હતો.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

તેમણે ‘કંકુ કીડી ડુંગર ચડી’ વાર્તા દ્વારા જીવનમાં ધ્યેય પ્રાપ્ત કરવા માટે અથાક પ્રયત્નોનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત ‘ચકી રાણીની ફરિયાદ’ બાળકાવ્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેને બાળકોએ ઉત્સાહભેર માણ્યું હતું.

Suman Vidyalaya

Suman Vidyalaya: કાર્યક્રમની વિશેષતા એ રહી કે બાળકો માત્ર શ્રોતા બનીને રહ્યા નહોતા, પરંતુ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગીદાર બન્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનારા પાંચ ઉત્સાહી બાળકોને ભરત પંચોલી દ્વારા તેમનું લખેલું બાળવાર્તાનું પુસ્તક ‘દાદાજી ઝિંદાબાદ’ ભેટ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:- Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ

Suman Vidyalaya: શાળાના સંચાલક નીતિનભાઈ પટેલે પણ ભરત પંચોલીનો વિશેષ પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકાએ કર્યું હતું. આ પ્રસંગે કલાકાર અને બાળસાહિત્યપ્રેમી ઉષાબેન ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આમ, વાર્તા, કાવ્ય, મનોરંજન અને બાળકોની સહભાગિતાથી સમગ્ર બાળરંજન રંગારંગ સભા સપ્તરંગી મેઘધનુષ્ય જેવી બની રહી હતી.

ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદિપની સાહિત્ય પર્વ ના સંયુક્ત ઉપક્રમે “બાળરંજન રંગારંગ ” કાર્યક્રમ મા જાણીતા બાળસાહિત્યકાર મણિલાલ શ્રીમાળી ‘મિલન ‘દ્વારા તારીખ શનિવારે સાર્થક સ્કૂલ ઘાટલોડિયા મા બાળકો સાથે, બાળવાર્તા, બાળગીતો, ઉખાણાં, તથા જોડકણાં કહીને, સાથે સાથે સામાન્ય જ્ઞાનની માહિતી આપીને બાળકોને ખૂબ જ મોજ કરાવી હતી.

શરૂઆતમા શાળાની વિધાર્થીની દ્વારા પુસ્તક આપી શ્રીમાળીને સન્માનિત કરવામાં આવેલ. શાળાની શિક્ષિકા બેને સર્જકનો પરિચય આપેલ.આ સાથે શાળાનો સમગ્ર સ્ટાફગણ તથા શાળાના નાના નાના ટાબરિયાઓએ આ કાર્યક્રમને ઉત્સાહ ભેર મનાવીને મોજ કરી હતી. સાચે જ આ શાળાએ ખૂબ જ સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.