The roof of the running shop collapsed

The roof of the running shop collapsed: પાટણ નગરપાલિકાના જર્જરિત કોમ્પ્લેક્ષમાં ચાલુ દુકાનમાં જ છત તૂટી પડી

The roof of the running shop collapsed: પાટણ નગરપાલિકાના જર્જરિત કોમ્પ્લેક્ષમાં ચાલુ દુકાનમાં જ છત તૂટી પડી

પાટણ, 27 મેઃ The roof of the running shop collapsed: પાટણ નગરપાલિકાના જર્જરિત કોમ્પ્લેક્ષમાં ચાલુ દુકાનમાં જ છત તૂટી પડી પાટણ શહેરના સિવિલ હોસ્પિટલની સામે આવેલ વર્ષો જૂના નગરપાલિકાનું કોમ્પ્લેક્ષ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોય વેપારીઓ ભયના ઓથાર તળે દુકાનોમાં વેપાર – ધંધા કરી રહ્યા છે . બુધવારે કોમ્પલેક્ષની અંદર આવેલ ગુલશન વોચ કું દુકાન અંદર વેપારી બેઠાં હતાં .

તે દરમિયાન અચાનક જ દુકાનની ઉપર રહેલ આખી છત તૂટીને કાટમાળ સાથે નીચે ઘડિયાળના શોકેસ ઉપર પડી હતી . સદ્નસીબે વ્યાપારી થોડા અંતરે દૂર બેઠા હોય તેમને કોઇ ઇજા પહોંચી ન હતી તો અંદર કોઈ ગ્રાહક પણ ઉભો ના હોય જાનહાની થઇ હતી . પરંતુ કાટમાળ કાચના ઘડિયાળના શોકેશ ઉપર પડતા કાચ અને ઘડિયાળ ફૂટતા થોડા અંશે નુકશાન થયું હતું .

આ પણ વાંચોઃ Liquor beer cheaper: આ રાજ્યમાં દારૂ અને બિયર થશે સસ્તી, મંત્રી જૂથે આયાત જકાત ઘટાડવાનો નિર્ણય કર્યો

લાંબા સમયથી વેપારીઓ દ્વારા નગરપાલિકામાં જર્જરિત કોમ્પ્લેક્ષ થઈ ગયું હોય મોટી જાનહાની થાય તે પૂર્વે નગરપાલિકા દ્વારા રિનોવેશન કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરવા છતાં આજદિન સુધી નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતાં વેપારીઓએ પાલિકા સામે રોષ સાથે સત્વરે કોમ્પ્લેક્ષ નું રિનોવેશન હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરી હતી .(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ NCB gives clean chit to aryan khan: હાઈ-પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મળી ‘ક્લીન ચિટ’

Gujarati banner 01