Ambaji 1

Valsad MLAs visit ambaji: વલસાડ ના ચાર ધારાસભ્ય એક સાથે શક્તિપીઠ અંબાજી મંદિર દર્શને પહોંચ્યાં

Valsad MLAs visit ambaji: ચારે ધારાસભ્યો એ માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ મેળવી રક્ષાપોટલી પણ બંધાવી

અંબાજી, 11 ડીસેમ્બર: Valsad MLAs visit ambaji: ગુજરાત ભારતીય જનતા પાર્ટી એ દેશ ના અન્ય રાજ્ય ની બરાબરી માં વિધાનસભા ની સીટો મેળવવા માટે રેકોર્ડ તોડ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ આ મતગણતરી પૂર્વે યાત્રાધામ અંબાજી દર્શને પહોંચ્યા હતા ને માતાજી ના આશીર્વાદ મેળવ્યા હતા ત્યાર બાદ મતગણતરી થયા બાદ જે રીતે પરિણામો આવ્યા છે તે જોતા અનેક ધારાસભ્યો ની આસ્થા માં વધારો થયો છે ને યાત્રાધામ અંબાજી અચૂક દર્શને પહોંચી રહ્યા છે.

Ambaji

આજે પણ વલસાડ જિલ્લા ના ચાર ધારાસભ્યો ભરતભાઈ પટેલ (વલસાડ),રમણભાઈ પાટકર પૂર્વ મંત્રી ને નવનિયુક્ત ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ (ધરમપુર)અને જીતુભાઇ ચૌધરી (કપરાડા) વાળા સામુહિક દર્શન માટે અંબાજી પહોંચી માં અંબે ને નતમસ્તક થયા હતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું નિજ મંદિર માં આ ચારે નવનિયુક્ત ધારાસભ્યો એ માં અંબા ના દર્શન કરી મંદિર ના પુજારી દ્વારા આશીર્વાદ સાથે માતાજી ની ચૂંદડી મેળવી હતી.

તેમજ આ ચારે ધારાસભ્યો એ માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ મેળવી રક્ષાપોટલી પણ બંધાવી હતી આ વખતે વલસાડ જિલ્લા ની 5 બેઠકો ભાજપા એ મેળવી છે .

ખાસ કરી રાજ્ય માં હજી નવા મંત્રીમંડળ ની રચના થનાર છે ત્યારે અમારા પ્રતિનિધિ એ પૂછેલા જવાબ માં આ ચારે નવનિયુક્ત ધારાસભ્યો એ જણાવ્યું હતું કે પાર્ટી જે નિર્ણય કરશે તે અમને માન્ય રહેશે અને સાથે ગતવર્ષ ની સરખામણી માં જે રીતે ગુજરાત ભાજપા એ રેકોર્ડબ્રેક 156 સીટો મેળવી છે ત્યારે ગુજરાત ના વિકાસ માં રેકોર્ડબ્રેક થશે

આ પણ વાંચો: Siddhivinayak ganpati temple: શું તમે પણ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની મુલાકાત લેવાનું બનાવી રહ્યા છો મન! એક વાર વાંચી લો આ ખબર…

Gujarati banner 01