CWG 2022 Update 1

CWG 2022 Update: ભારતના ખાતામાં આજે ચોથો ગોલ્ડ, ટેબલ ટેનિસમાં અને બેડમિન્ટનમાં પણ ગોલ્ડ મળ્યો

CWG 2022 Update: આ સાથે ભારતના ખાતામાં 22મો ગોલ્ડ મેડલ આવ્યો, અને કુલ 60 મેડલ જીત્યા

સ્પોર્ટ્સ ડેસ્ક, 08 ઓગષ્ટઃ CWG 2022 Update: આજે ભારતના ખાતામાં ચોથો ગોલ્ડ મેડલ આવ્યો છે. બેડમિન્ટન મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં ભારતના ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજની જોડીએ ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. તો ટેબલ ટેનિસમાં ભારતના સ્ટાર ખેલાડી શરથ કમલે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. એટલે કે આજે ભારતના ખાતામાં ચાર ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ આવ્યો છે. આ સાથે ભારતના ખાતામાં 22મો ગોલ્ડ મેડલ આવ્યો છે. 

ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજની જોડીએ કર્યો કમાલ
મિક્સ્ડ ડબલ્સની ફાઇનલ મેચમાં ભારતના ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજની જોડીએ ઈંગ્લેન્ડના લેને બેન અને વેન્ડી સેનની જોડીને 21-15 અને 21-13થી પરાજય આપીને ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. બેડમિન્ટનમાં આજે ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ છે. 

આ પણ વાંચોઃ P.v.sindhu win gold in CWG 2022: ભારતને મળ્યો વધુ એક ગોલ્ડ મેડલ, પીવી સિંધુએ ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને માત આપી

ટેબલ ટેનિસમાં શરથ કમલે જીત્યો ગોલ્ડ
ભારતના અનુભવી પેડલર શરથ કમલે કોમનવેલ્થ ગેમ્સમાં ફરી ગોલ્ડ કબજે કર્યો છે. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં શરથ કમલે ઈંગ્લેન્ડના લિયામ પિચફોર્ડને પરાજય આપ્યો છે. કમલે પ્રથમ ગેમ હાર્યા બાદ શાનદાર વાપસી કરી અને સતત ચાર ગેમ જીતીને ગોલ્ડ કબજે કર્યો છે. શરથ કમલે 11-13, 11-7, 11-2, 11-6 અને 11-8થી જીત મેળવી હતી. 

ભારતના ખાતામાં 22મો ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સ-2022મા પીવી સિંધુલક્ષ્ય સેન, શરથ કમલ અને ચિરાગ-સાત્વિકની જોડીના ગોલ્ડ મેડલ સાથે ભારતના ગોલ્ડ મેડલોની કુલ સંખ્યા 22 પર પહોંચી ગઈ છે. ભારતે 22 ગોલ્ડ 15 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે કુલ 60 મેડલ કબજે કર્યા છે.

આ પણ વાંચોઃ The most expensive rakhi: સુરતની આ દુકાનમાં દેશની સૌથી મોંઘી રાખડી તૈયાર કરવમાં આવી!

Gujarati banner 01