The most expensive rakhi

The most expensive rakhi: સુરતની આ દુકાનમાં દેશની સૌથી મોંઘી રાખડી તૈયાર કરવમાં આવી!

The most expensive rakhi: સુરતની આ દુકાનમાં દોરાથી લઈને સોના, ચાંદી, પ્લેટિનમથી લઈને હીરા જડેલી તમામ પ્રકારની રાખડીઓ મળી રહે છે

સુરત, 08 ઓગષ્ટઃ The most expensive rakhi: સુરતની આ દુકાનમાં દેશની સૌથી મોંઘી રાખડી તૈયાર કરવામાં આવી છે. આ દુકાનમાં દોરાથી લઈને સોના, ચાંદી, પ્લેટિનમથી લઈને હીરા જડેલી તમામ પ્રકારની રાખડીઓ મળી રહે છે અને લોકો આ રાખડીઓની સુંદરતા અને ડિઝાઇનના વખાણ કરી રહ્યા છે.


આ દુકાનમાં એક રાખડી છે, જે અત્યાર સુધીની સૌથી મોંઘી છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ રાખડીની કિંમત 5 લાખ રૂપિયા છે. રાખીની કિંમત સાંભળીને તમે ચોંકી જશો, પરંતુ આ સત્ય છે. અગાઉ, રક્ષાબંધનના તહેવાર પર, ફક્ત બહેનો જ તેમના ભાઈઓના કાંડા પર રેશમના દોરાની રાખડી બાંધતી હતી, જો કે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રથા હજી સમાપ્ત થઈ નથી. પરંતુ શહેરી વિસ્તારોમાં બદલાતા સમયના કારણે રાખડીઓની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Rainfall perception: ગુજરાતના આ વિસ્તારોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ- વાંચો વિગત

રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાતના સુરતમાં દેશની સૌથી મોંઘી રાખડી તૈયાર કરવામાં આવી છે. જ્વેલરી શોપના માલિક દીપક ભાઈ ચોક્સીએ ANIને જણાવ્યું હતું કે, “અમારા દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ રક્ષાબંધન પછી ઘરેણાં તરીકે પણ પહેરી શકાય છે. અમે દર વર્ષે આ પવિત્ર તહેવારને નવી રીતે ઉજવવાનો પ્રયાસ કરીએ છીએ.”


સ્થાનિક ગ્રાહક સિમરન સિંઘે જણાવ્યું હતું કે, “સુરતના આ જ્વેલરી શોરૂમમાં સોના, ચાંદી અને પ્લેટિનમમાંથી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી છે. આ શોરૂમમાં રક્ષાબંધનના તહેવાર માટે રૂ. 400 થી રૂ. 5 લાખ સુધીની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે અને તમામ ઉત્તમ છે.

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના સંબંધને દર્શાવતો મહત્વનો તહેવાર છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ પાસેથી રક્ષણનું વચન લે છે અને બદલામાં ભાઈ વચન આપીને કંઈક ભેટ આપે છે. પરંતુ આ રાખડી બાંધ્યા બાદ બહેન તરફથી ભાઈને મોટી ભેટ મળી શકે છે.

આ પણ વાંચોઃ Bollywood will be bankrupt by next year: આ અભિનેત્રીએ આપ્યો શ્રાપ, કહ્યું- બોલીવૂડ ફિલ્મોને ફાઈનાન્સ મળતું બંધ થઈ જશે

Gujarati banner 01