P.v.sindhu win gold in CWG 2022

P.v.sindhu win gold in CWG 2022: ભારતને મળ્યો વધુ એક ગોલ્ડ મેડલ, પીવી સિંધુએ ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને માત આપી

P.v.sindhu win gold in CWG 2022: પીવી સિંધુએ ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને હરાવીને ભારતને 19 મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 08 ઓગષ્ટઃ P.v.sindhu win gold in CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં એક પછી એક મેડલ ભારત મેળવી રહ્યું છે. અત્યાર સુધી 55 મેડલ ભારતના નામે છે. તેમાં આજે વધારો થયો છે. જી, હાં પીવી સિંધુએ ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને હરાવીને ભારતને 19 મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. દુનિયાની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી.

પહેલી ગેમમાં મિશેલએ સિંધુને થોડી ટક્કર આપી હતી પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેમને કોઈ તક આપી નહીં. બીજી ગેમ ભારતની સ્ટાર શટલરે 21-13 થી જીતી લીધી. આ સાથે જ સિંધુએ કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં પોતાનો આ પહેલો ગોલ્ડ જીત્યો છે.

આ પણ વાંચોઃ The most expensive rakhi: સુરતની આ દુકાનમાં દેશની સૌથી મોંઘી રાખડી તૈયાર કરવમાં આવી!

બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે જ્યારે 2018 કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.

પીવી સિંધુ અને મિશેલ લી અગાઉ એક-બીજા સામે 10 વખત રમી ચૂક્યા છે. જેમાં પીવી સિંધુએ 8 વખત મેચ જીતી છે જ્યારે બે વખત મિશેલને જીત મળી છે. સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુની શાનદાર ગેમ સતત ચાલુ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022ના સેમિફાઈનલમાં પીવી સિંધુએ સિંગાપોરની વાય જિયા મિનને હરાવ્યા હતા. આ મેચને સિંધુએ 21-19, 21-17 થી પોતાના નામે કરી હતી.

આ પણ વાંચોઃ Rainfall perception: ગુજરાતના આ વિસ્તારોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ- વાંચો વિગત

Gujarati banner 01