FIFA Suspend all india football federation

FIFA Suspend all india football federation: ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક ખરાબ સમાચાર, FIFAએ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું

FIFA Suspend all india football federation: ફીફાના સસ્પેન્શનના કારણે હવે ભારત કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી શકશે નહીં કે કોઈ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં

સ્પોર્ટ્સ ડેસ્ક, 16 ઓગષ્ટઃ FIFA Suspend all india football federation: ફૂટબોલની ટોપ વૈશ્વિક સંસ્થા FIFA એ અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (AIFF) ને તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરી નાખ્યું છે. ભારતીય ફૂટબોલમાં છેલ્લા કેટલાક સમયથી બધુ બરાબર નહતું. હવે ફીફાના આ નિર્ણયથી ચાહકોના ઘણા દુઃખી થયા છે. 

ફૂટબોલની પ્રમુખ વૈશ્વિક સંસ્થા FIFA એ અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (AIFF) ને ત્રીજા પક્ષ સાથે મિલીભગત અને દેશમાં ફૂટબોલ સંચાલનને પ્રભાવિત કરવા બદલ તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો. ફીફાના સસ્પેન્શનના કારણે હવે ભારત કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી શકશે નહીં કે કોઈ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. 

આ પણ વાંચોઃ Stock Market latest update: વૈશ્વિક બજારોમાં રહેલા સારા પરિણામોથી આજે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી- વાંચો બજાર લેટેસ્ટ અપડેટ

શું કહ્યું ફીફાએ?
ફીફાએ પોતાના નિવેદનમાં કહ્યું કે ફીફા પરિષદના બ્યૂરોએ સર્વસંમતિથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ને ‘અયોગ્ય હસ્તક્ષેપ’ ના કારણે તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. જે ફીફાના નિયમોનો ગંભીર રીતે ભંગ છે. નિયમોના ભંગના કારણે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે સુપ્રીમ કોર્ટે AIFF માં અનિયમિતતાઓ જોતા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ FIFA એ આ કડક પગલું ભર્યું છે. 

આ સસ્પન્શનના કારણે આ વર્ષે ભારતમાં થનારા અંડર-17 મહિલા વર્લ્ડ કપ ઉપર પણ સંકટ આવી ગયું. જેનું આયોજન હવે થઈ શકશે નહીં. આ વર્લ્ડ કપ 11થી 30 ઓક્ટોબર વચ્ચે થવાનો હતો. જેના કારણે ચાહકો નિરાશ થયા છે. જો કે ફીફાએ કહ્યું છે કે તે ભારતના ખેલ મંત્રાલયના સતત સંપર્કમાં છે અને આશા છે કે આ મામલે સકારાત્મક પરિણામ આવી શકે છે. 

અત્રે જણાવવાનું કે ફીફાએ આ મહિનાની શરૂઆતમાં જ ત્રીજા પક્ષના હસ્તક્ષેપના કારણે AIFF ને સસ્પેન્ડ કરી નાખવાની ધમકી આપી હતી. આ ચેતવણી AIFFની ચૂંટણી કરાવવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશના ગણતરીના દિવસો બાદ આવી હતી. 28 ઓગસ્ટના રોજ AIFF ની ચૂંટણી થવાની છે. આ મામલે 17 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે. 

આ પણ વાંચોઃ Atal Bihari Vajpayee Death Anniversary:આજે અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

Gujarati banner 01