Food for indian cricketer

Food for indian cricketer: ખેલાડીઓને ફક્ત હલાલ મીટ પીરસવાની વાત પર ભારે વિવાદ, હવે BCCIએ કરી સ્પષ્ટતા

Food for indian cricketer: હવે આ સમગ્ર મામલે બીસીસીઆઈએ પોતે જ સામે આવીને સ્પષ્ટતા કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે એ તમામ રિપોર્ટ્સને નકારતા કહ્યું હતું કે, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ જે ઈચ્છે તે ખાય

સ્પોર્ટ્સ ડેસ્ક, 24 નવેમ્બરઃ Food for indian cricketer: ભારીતય ક્રિકેટ ટીમના ડાયેટ પ્લાનને લઈ મોટો વિવાદ સામે આવ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે બીસીસીઆઈએ ખેલાડીઓને ફક્ત હલાલ મીટ પીરસવાની વાત કરી છે. જોકે હવે આ સમગ્ર મામલે બીસીસીઆઈએ પોતે જ સામે આવીને સ્પષ્ટતા કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે એ તમામ રિપોર્ટ્સને નકારતા કહ્યું હતું કે, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ જે ઈચ્છે તે ખાય. તે તેમની વ્યક્તિગત પસંદનો મુદ્દો છે. બોર્ડે કદી આવી કોઈ યોજના નથી બનાવી. 

હકીકતે ગુરૂવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે પહેલી ટેસ્ટ મેચ રમાશે. પરંતુ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનું કેટરિંગ મેન્યુ સામે આવ્યું હતું. મેન્યુમાં ખાવાની વસ્તુઓનો બિલકુલ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો હતો. તેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે, બીફ અને પોર્ક નહીં પીરસવામાં આવે. સાથે જ જે પણ મીટ બને તે ફક્ત હલાલ જ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, ભોજનની આ યાદી ખેલાડીઓના પોષણને ધ્યાનમાં રાખીને સહયોગી સ્ટાફ અને ચિકિત્સા દળે તૈયાર કરી છે. 

આ પણ વાંચોઃ Preity zinta comeback: બાળકોના જન્મ બાદ આ ડિમ્પલ ગર્લ કરવા જઇ રહી છે બોલિવુડમાં વાપસીની તૈયારી

જોકે અરૂણ ધૂમલના કહેવા પ્રમાણે ડાયેટ પ્લાન પર તો કદી વાત જ નથી થઈ ત્યારે તેને થોપવાની વાત તો સંપૂર્ણપણે બકવાસ જ છે. બોર્ડ કોઈને નથી કહેતું કે, તમારે શું ખાવાનું છે અને શું નહીં. ટીમ ઈન્ડિયાનું નવું મેન્યુ ઈન્ટરનેટ પર વાયરલ થયું તે સાથે જ લોકોએ બીસીસીઆઈ પર નિશાન સાધવાનું શરૂ કર્યું હતું. ભારતીય બોર્ડની ટીકાની સાથે સાથે તેને ખૂબ જ ટ્રોલ પણ કરવામાં આવ્યું હતું. 

Whatsapp Join Banner Guj