Preity zinta comeback

Preity zinta comeback: બાળકોના જન્મ બાદ આ ડિમ્પલ ગર્લ કરવા જઇ રહી છે બોલિવુડમાં વાપસીની તૈયારી

Preity zinta comeback: પ્રીતિ ઝિન્ટા લગભગ ચાર વરસ પછી ફરીથી રૂપેરી પડદે જોવા મળશે

બોલિવુડ ડેસ્ક, 24 નવેમ્બરઃ Preity zinta comeback: પ્રીતિ ઝિન્ટાએ હાલમાં જ પોતાને ત્યાં બે જોડિયા બાળકો અવતર્યા હોવાના સારા સમાચાર આપ્યા હતા. હવે ફરી તેણે પોતાની કારકિર્દીને લઇને એક ગુડ ન્યુઝ આપ્યા છે.

પ્રીતિ ઝિન્ટા લગભગ ચાર વરસ પછી ફરીથી રૂપેરી પડદે જોવા મળવાની છે. તે દિગ્દર્શક દાનિશ રેન્જુની અનટાઇટલ્ડ ફિલ્મ સાથે પાછી ફરી રહી છે. આ ફિલ્મ કાશ્મીર પર આધારિત છે. 

આ પણ વાંચોઃ Budhwar upay: બુધવારે કરશો આ ઉપાય તો શિવપુત્ર આપશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

સૂત્રની વાત સાચી માનીએ તો, દનિશ રેન્જુની એક ફિલ્મમાં પ્રીતિ એક કાશ્મીરની સાહસી માતાના પાત્રમાં જોવા મળશે. જોકે આ વાતને સત્તાવાર સમર્થન મળ્યું નથી. 

ઉલ્લેખનીય છે કે, પ્રીતિ છેલ્લે ૨૦૧૮માં ચાર વરસ પહેલા સની દેઓલ સાથે ભૈયાજી સુપરહિટ ફિલ્મમાં જોવા મળી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. કહેવાય છે કે, પ્રીતિ હવે ફરી રૂપેરી પડદે અભિનય કરવા ઇચ્છે છે.  એક વાત તો એવી પણ છે કે, પ્રીતિએ ઘણા પ્રોજેક્ટ સાથે કામ કરવામાં રસ દાખવ્યો છે. 

Whatsapp Join Banner Guj