vodafone idea prepaid plans rate

vodafone idea prepaid plans rate: હવે મોબાઇલ વાપરવાનુ પણ થયુ મોંઘુ, એરટેલ બાદ વોડાફોને પણ પ્રી પેઈડ પ્લાન્સના રેટ વધાર્યા

vodafone idea prepaid plans rate: કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, નવા પ્લાન્સના કારણે ગ્રાહક દીઠ આવકમાં સુધારો થશે અને કંપની પરનુ નાણાકીય દબાણ ઓછુ થશે

નવી દિલ્હી, 24 નવેમ્બરઃ vodafone idea prepaid plans rate: એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાએ પણ પોતાના તમામ પ્રીપેડ પ્લાન્સના રેટમાં 25 ટકા સુધીનો વધારો કરી દીધો છે. આમ હવે મોબાઈલ વાપરવાનુ પણ લોકો માટે મોંઘુ પડવાનુ છે.નવો રેટ 25 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે.કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, નવા પ્લાન્સના કારણે ગ્રાહક દીઠ આવકમાં સુધારો થશે અને કંપની પરનુ નાણાકીય દબાણ ઓછુ થશે.આ પહેલા વોડાફોન ભાવ વધારા માટેના સંકેત આપી ચુકી હતી.

હવે કંપનીનું બેઝિક પેક 99 રૂપિયાથી શરૂ થશે, જેની કિંમત પહેલા 79 રૂપિયા હતી. એ જ રીતે, દરરોજ 1.5 જીબી ડેટા સાથેનુ પેક 249 રૂપિયાને બદલે 299 રૂપિયામાં આવશે. તેની વેલિડિટી 28 દિવસની છે. 1 જીબી ડેટા પેક હવે 219 રૂપિયાને બદલે 269 રૂપિયા થઈ ગયુ છે. તેવી જ રીતે 299 રૂપિયાના 2 જીબી ડેટા પેકની કિંમત 25 નવેમ્બર પછી 359 રૂપિયા થઈ જશે. 24 જીબી ડેટા પેક સાથેના વાર્ષિક પેકની કિંમત હવે 1499 રૂપિયાને બદલે 1799 રૂપિયા થશે. કંપનીએ ટોપ અપ પેક પણ મોંઘા કર્યા છે. 48 રૂપિયાનું પેક હવે 58 રૂપિયા થઈ ગયું છે.

આ પણ વાંચોઃ RBI warns public: કો-ઓપરેટિવ સોસાયટીઝથી ચેતતા રહેવા જાહેર જનતાને રિઝર્વ બેન્કે આપી સલાહ

આ પહેલા સોમવારે એરટેલે પણ પ્રીપેડ પ્લાનના દરો વધારવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે તેનો 79 રૂપિયાનો બેઝ પ્લાન હવે 99 રૂપિયાનો થઈ ગયો છે. તેને 50 ટકા વધુ ટોક ટાઈમ મળશે. તેવી જ રીતે, 149 રૂપિયાનો પ્લાન હવે 179 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તેમાં 28 દિવસની વેલિડિટી સાથે અમર્યાદિત કૉલિંગ, દરરોજ 100 SMS અને કુલ 2 GB ડેટા મળશે. 219 રૂપિયાનો પ્લાન હવે 265 રૂપિયાનો થઈ ગયો છે. આમાં 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ 100 SMS અને 1 GB ડેટા મળશે.

Whatsapp Join Banner Guj