Harbhajan Singh

harbhajan statement: ક્રિકેટર હરભજન સિંહએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યુ- ક્રિકેટ બોર્ડના આ અધિકારીઓના કારણે મારુ કરિયર ખતમ થયું છે

harbhajan statement: ભજ્જીએ કહ્યુ છે કે, મારી કેરિયર ભારતના ક્રિકેટ બોર્ડના કેટલાક લોકોના કારણે આગળ વધી શકી નહોતી.જો મને મોકો મળ્યો હોત તો હું બીજા ચાર પાંચ વર્ષ રમી શક્યો હોત

સ્પોર્ટ્સ ડેસ્ક, 02 જાન્યુઆરીઃ harbhajan statement: ભારતીય સ્પિનર હરભજન સિંહે ક્રિકેટમાંથી તાજેતરમાં જ સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. દરમિયાન હવે ભજ્જીએ કહ્યુ છે કે, મારી કેરિયર ભારતના ક્રિકેટ બોર્ડના કેટલાક લોકોના કારણે આગળ વધી શકી નહોતી.જો મને મોકો મળ્યો હોત તો હું બીજા ચાર પાંચ વર્ષ રમી શક્યો હોત. નસીબ હંમેશા મારી સાથે રહ્યુ છે.

બહારના કેટલાક તત્વો એવા હતા જે મારી સાથે નહોતા.તેઓ મારી વિરુધ્ધમાં હતા.હું જે રીતે બોલિંગ કરી રહ્યો હતો અને આગળ વધી રહ્યો હતો તે વખતે મારી ઉંમર 31 વર્ષ હતી.ત્યારે હું 400 વિકેટ લઈ ચુકયો હતો.મારા મગજમાં હતુ કે હું બીજા ચાર પાંચ વર્ષ તો રમીશ.આ દરમિયાન મેં 100 થી 150 બીજી વિકેટો પણ લીધી હોત.

આ પણ વાંચોઃ PM Modi in Meerut: PM મોદીએ મેરઠના સરધના ખાતે ખેલ વિશ્વવિદ્યાલયની આધારશિલા રાખી, શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાસુમન પણ અર્પિત કર્યા

ભજ્જીએ કહ્યુ હતુ કે, તે વખતે ધોની કેપ્ટન હતો પણ મને લાગે છે કે, મારો મામલો ધોનીના હાથની બહાર થઈ ગયો હતો.બીસીસીઆઈના જ કેટલાક હોદ્દેદારો નહોતા ઈચ્છતા કે કેપ્ટન મારુ સમર્થન કરે.કેપ્ટન એમ પણ ક્રિકેટ બોર્ડની ઉપરવટ જઈ શકતો નથી.

ભજ્જીએ કહ્યુ હતુ કે, ધોની પાસે બીજા ખેલાડીઓ કરતા ક્રિકેટ બોર્ડનુ સમર્થન વધારે હતુ.જો બીજા ખેલાડીઓને આ પ્રકારનુ સમર્થન મળ્યુ હોત તો તેઓ પણ લાંબો સમય રમ્યા હોત.દરેક પ્લેયર ભારતની જર્સી પહેરીને જ સન્યાસ લેવા માંગતો હોય છે પણ નસીબ દર વખતે તમારી સાથે નથી હોતુ.

Whatsapp Join Banner Guj