KL Rahul

India have a chance to be the first team to win T20: ટીમ ઇન્ડિયાના નિશાના પર વર્લ્ડ રેકોર્ડ, સતત 13 ટી-20 જીતનારી પ્રથમ ટીમ બનવાની તક

India have a chance to be the first team to win T20: 9 જૂનથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 સીરિઝ રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 01 જૂનઃ India have a chance to be the first team to win T20: બે મહિના સુધી ચાલેલી IPL પછી ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઇ રહી છે, જ્યા એક નવો વર્લ્ડ રેકોર્ડ ટીમ ઇન્ડિયાની રાહ જોઇ રહ્યો છે. 9 જૂનથી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની ઘરેલુ ટી-20 સીરિઝ શરૂ થવા જઇ રહી છે.

પ્રથમ મુકાબલો દિલ્હીમાં રમાશે. આ મેચને જીતીને ટીમ ઇન્ડિયાની નજર સતત સૌથી વધુ ટી-20 મેચ જીતવાના વર્લ્ડ રેકોર્ડ પર હશે. ભારત હજુ સુધી સતત 12 ટી-20 મેચ જીતી ચુક્યુ છે અને અફઘાનિસ્તાન અને રોમાનિયાની બરાબર ઉભુ છે. જો ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ ટી-20 મેચ પોતાના નામે કરી લે છે તો તે સતત 13 ટી-20 આંતરરાષ્ટ્રીય મુકાબલા જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની જશે.

આ પહેલા ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લ્ડકપના અંતિમ ત્રણ મુકાબલા જીત્યા બાદ ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વિરૂદ્ધ ત્રણ-ત્રણ મેચની સીરિઝ કોઇ મુકાબલા હાર્યા વગર જીતી હતી.

આ પણ વાંચોઃ Firing at a policeman: પોશીનામા ગૌરી ગામે ત્રણ પોલીસકર્મી પર ફાયરિંગ કરાયું- વાંચો શું છે મામલો?

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ જોવા મળશે નવી ટીમ ઇન્ડિયા

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ શ્રેણી માટે નવી ટીમ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. આ સીરિઝમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

IPLમાં સારૂ પ્રદર્શન કરનારા ઉમરાન મલિક, અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓને પ્રથમ વખત ટીમમાં તક આપવામાં આવી છે. દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા જેવા સીનિયર ખેલાડીઓની પણ વાપસી થઇ છે. દિનેશ કાર્તિક 3 વર્ષ પછી ભારત માટે કોઇ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમતા જોવા મળશે. આ ટીમની કમાન લોકેશ રાહુલને સોપવામાં આવી છે જ્યારે રિષભ પંત વાઇસ કેપ્ટન હશે.(સોર્સ- ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Important decision of the CM: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, આ મળશે લાભ

Gujarati banner 01