Firing at a policeman

Firing at a policeman: પોશીનામા ગૌરી ગામે ત્રણ પોલીસકર્મી પર ફાયરિંગ કરાયું- વાંચો શું છે મામલો?

Firing at a policeman: દેશી બનાવટની બંદૂક વડે ફાયરિંગ કરતા એક પોલીસને પગમાં ઇજા પહોંચી હતી જયારે અન્ય બે પોલીસ જવાન ઘાયલ થયા

હિંમતનગર, 01 જૂનઃ Firing at a policeman: સાબરકાંઠાના પોશીનામાં પોલીસકર્મી પર ફાયરિંગ કરવાની ઘટનાના સમાચાર આવ્યા છે અને આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ, LCB SOG સહીતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 

આ બનાવની વધુ વિગત મુજબ પોશીનાના કાલીકંકરના ગૌરી ફળોમાં રેડ પાડવા માટે ગયેલી પોલીસ પર અચાનક જ હુમલો કરવામાં આવ્યો હતો. દેશી બનાવટની બંદૂક વડે ફાયરિંગ કરતા એક પોલીસને પગમાં ઇજા પહોંચી હતી જયારે અન્ય બે પોલીસ જવાન ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા પોલીસ જવાનને હિમંતનગર સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Important decision of the CM: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, આ મળશે લાભ

ગૌરી ગમે રેડ કરવા ગયેલી પોલીસ પર છુપાયેલા હથિયાર વડે અચાનક જ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ આજુબાજુની લોકલ પોલીસ પણ પહોંચી ગઈ હતી. ફાયરિંગની ઘટનાને પગલે ગૌરી ગામ પોલીસ છાવણીમાં ફેરવાય ગયું છે. આરોપીની શોધખોળ કરવા પોલીસે વધુ પ્રક્રિયા હાથ ધરી છે. આરોપી દ્વારા પોલીસ પર ફાયરિંગ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. 

નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયમાં પોલીસ પર હુમલાના બનાવ વધતા જઈ રહ્યા છે તેવામાં ગઈકાલે વધુ એક બનાવથી પોલીસને વધુ સતર્કતાથી કાર્ય કરવાની જરૂર છે. આ અગાઉ પણ પોલીસ પર હુમલાઓ કરવામાં આવ્યા છે. લુખ્ખા અને અવાર તત્વોને જાણે પોલીસથી દર નથી એ રીતે છાસવારે પોલીસ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ મામલે પોલીસ ઝડપી તાપસ કરીને આરોપીને પકડવાની કાર્યવાહી માટે ચક્રો ગતિમાન કાર્ય છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ BJP and TMC clash over KK’s demise: બોલિવુડ સિંગર કેકેના મોત પર રાજકારણ ગરમાયુ, ભાજપ-તૃણમૂલના સામસામા આક્ષેપો

Gujarati banner 01