Medal update in CWG 2022

Medal update in CWG 2022: ભારતના ત્રણ રેસલર્સે પોતાના નામે ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર કર્યો- વાંચો વિગત

Medal update in CWG 2022: ભારતના 4 પહેલવાન એક સાથે કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં પહોંચ્યા

સ્પોર્ટ્સ ડેસ્ક, 06 ઓગષ્ટઃ Medal update in CWG 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022 માં શુક્રવારના પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી ભારતના વેટલિફ્ટર, બોક્સર અને બેડમિન્ટન ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કરી મેડલ જીત્યા છે. ત્યારે હવે ભારતીય પહેલવાનોએ પણ પોતાનો જલવો દેખાવાનો શરૂ કરી દીધો છે. ભારતના 4 પહેલવાન એક સાથે કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં પહોંચ્યા હતા. જેમાંથી બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ત્યારે 21 વર્ષની અંશુ મલિકે ઓદુનાયો અદેકુઓરાયે સામે હારનો સામનો કરવો પડ્યો અને સિલ્વર મેડલથી સંતુષ્ટ થવું પડ્યું છે.

સાક્ષી મલિકે જીત્યો ગોલ્ડ
ભારતના 4 દિગ્ગજ પહેલવાનો એક સાથે ફાઈનલ સુધી પહોંચ્યા હતા. જેમાં સાક્ષી મલિક, બજરંગ પુનિયા, દીપક પુનિયા અને અંશુ મલિક ફાઈનલમાં પહોંચ્યા છે. આ સાથે ભારતના 4 મેડલ પક્કા થઈ ગયા છે. રિયો ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાક્ષી મલિકે કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં જીત નોંધાવી ગોલ્ડ પોતાના નામે કર્યો છે. જણાવી દઇએ કે, સાક્ષી લાંબા સમય બાદ કોઈ ઇન્ટરનેશનલ મેડલ પોતાના નામે કર્યો છે.

આ પણ વાંચોઃ Karan said about Nisha affair: ટીવી એક્ટર કરન મહેરાએ નિશા રાવલ પર લગાવ્યો આરોપ, કહ્યું- મને જાનથી મારવાની મળી રહી છે ધમકીઓ

Advertisement

બજરંગે જીત્યો પહેલો ગોલ્ડ
ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ પોતાના નામ અનુસાર પ્રદર્શન કરી ભારતને રેસલિંગનો પહેલો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. ભારત માટે આ કોમનવેલ્થ ગેમ્સનો કુલ છઠ્ઠો ગોલ્ડ છે. બજરંગે 65 કિગ્રા વગ્રના ફાઈનલ મુકાબલામાં કેનેડાના લાચલાન મેકગિલને 9-2 થી એક તરફી માત આપી. અંશુ મલિકના સિલ્વર બાદ બજરંગ પાસે ગોલ્ડની આશા હતી અને તેણે તે કરી દેખાડ્યું છે.

આ પણ વાંચોઃ Chundadi vala mataji birth anniversary: અંબાજીના ગબ્બર ઉપર ચુંદડીવાળા માતાજી નો 95 જન્મદિવસ મનાવ્યો, 93 વર્ષની ઉંમરે તેઓ દેવલોક પામ્યા હતા

Gujarati banner 01

Advertisement