shanidev 1

Shravan shani pooja: શ્રાવણ મહિનાના શનિવારે શનિપૂજાનો સંયોગ,વાંચો આજના દિવસનું મહત્વ

Shravan shani pooja: આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કપડાં, બૂટ-ચપ્પલ કે અન્ય જરૂરી સામગ્રીનું દાન આપવાથી શનિદોષ ઘટી જાય છે

ધર્મ ડેસ્ક, 06 ઓગષ્ટઃ Shravan shani pooja: 6 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાનો બીજો શનિવાર રહેશે. પુરાણોમાં આ દિવસને શનિ પર્વ પણ કહેવામાં આવે છે. શિવજી પૂજાના આ મહિનામાં આવતા શનિવારે શનિદેવની પૂજા અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાથી શનિદેવની અશુભ અસરમાં ઘટાડો થાય છે.

હાલ શનિ પોતાની જ રાશિ એટલે મકરમાં છે. આ સંયોગમાં કરવામાં આવતી પૂજા અને દાનનું પુણ્ય ફળ પણ વધી જશે.આ શુભ યોગમાં શિવપૂજા પણ ખાસ ફળદાયી રહેશે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કપડાં, બૂટ-ચપ્પલ કે અન્ય જરૂરી સામગ્રીનું દાન આપવાથી શનિદોષ ઘટી જાય છે. શનિવારના દિવસે શુક્લ, શુભ અને રવિયોગ રહેશે. જેથી આ શુભ સંયોગમાં કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જશે.

શ્રાવણ મહિનાનો શનિવાર કેમ ખાસ છે

જ્યોતિષાચાર્ય જણાવ્યા પ્રમાણે શ્રાવણ મહિનાના સોમવાર સિવાય શનિવારને પણ પુરાણોમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવ સિવાય હનુમાનજી અને ભગવાન નૃસિંહની પૂજા કરવાનું પણ વિધાન છે. સ્કંદ પુરાણ પ્રમાણે, શ્રાવણ મહિનામાં આવતા શનિવારે આ ત્રણ દેવતાઓની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.

આ પણ વાંચોઃ Medal update in CWG 2022: ભારતના ત્રણ રેસલર્સે પોતાના નામે ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર કર્યો- વાંચો વિગત

આ દિવસે તેલથી હનુમાનજીનો અને શનિદેવનો અભિષેક કરવો જોઈએ. ત્યાં જ, ભગવાન નૃસિંહની ખાસ પૂજા કર્યા પછી બ્રાહ્મણોને તલથી બનેલું ભોજન કરાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.શનિ અને શિવપૂજાભગવાન શિવ, શનિદેવના ગુરુ છે. શિવજીએ જ શનિદેવને ન્યાયાધીશ પદ આપ્યું હતું. જેના ફળસ્વરૂપ શનિદેવ મનુષ્યોને કર્મ પ્રમાણે ફળ આપે છે. એટલે શ્રાવણના મહિનામાં ભગવાન શિવ સાથે જ શનિદેવની ઉપાસના કરવાથી શુભ ફળ મળે છે.

ભગવાન શિવના અવતાર પિપ્પલાદ, ભૈરવ અને રુદ્રાવતાર હનુમાનજીની પૂજા પણ શનિની અશુભ અસર સામે રક્ષા આપે છે.જરૂરિયાતમંદ લોકોને અનાજ, કપડાં અને બૂટ-ચપ્પલનું દાન કરો શ્રાવણ મહિનાના શનિવારે વ્રત, પૂજા અને દાન કરવાથી શનિદોષ દૂર થાય છે. શારીરિક પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કપડાં અને અનાજ દાન આપવાની સાથે જ બૂટ-ચપ્પલનું પણ દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે.

જ્યોતિષના જણાવ્યા પ્રમાણે આ દિવસે રુદ્રાભિષેક અને શનિદેવનો તેલાભિષેક કર્યા પછી ચાંદીના નાગ-નાગણની પૂજા કરવી જોઈએ. પછી તેમને પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ. શિવજીનો અભિષેક કરવાથી પિતૃદોષ પણ દૂર થાય છે. સાથે જ, શનિદેવનો તેલથી અભિષેક કરવાથી પણ દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે.

આ પણ વાંચોઃ Karan said about Nisha affair: ટીવી એક્ટર કરન મહેરાએ નિશા રાવલ પર લગાવ્યો આરોપ, કહ્યું- મને જાનથી મારવાની મળી રહી છે ધમકીઓ

Gujarati banner 01