MI cape town

MI Cape Town: આજે મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ રહેલી બે નવી ફ્રેન્ચાઈઝીના નામ અને બ્રાન્ડની ઓળખનું અનાવરણ થયુ

MI Cape Town: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની MI એમિરેટ્સ અને MI કેપ ટાઉન- યુએઇની ઇન્ટરનેશનલ ટી20 અને ક્રિકેટ સાઉથ આફ્રિકા ટી20 લીગની ટીમના – બ્રાન્ડ નેમ અને ઓળખનું અનાવરણ

કેપ ટાઉન, 10 ઓગસ્ટ: MI Cape Town: મુંબઈ ઈન્ડિયન્સના માલિક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે મુંબઈ ઈન્ડિયન્સ #OneFamilyમાં જોડાઈ રહેલી બે નવી ફ્રેન્ચાઈઝીના નામ અને બ્રાન્ડની ઓળખનું અનાવરણ કર્યું હતું. UAEની ઇન્ટરનેશનલ લીગ ટી20માં રમનારી ટીમનું નામ ‘MI એમિરેટ્સ’ અને ક્રિકેટ સાઉથ આફ્રિકા ટી20 લીગમાં રમનારી ટીમનું નામ ‘MI કેપ ટાઉન’ રહેશે અને આ ટીમનો યુનિફોર્મ આઇકોનિક બ્લુ અને ગોલ્ડ રંગનો હશે.

‘MI એમિરેટ્સ’ અને ‘MI કેપ ટાઉન’ – આ નામો ટીમ જે પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે તે ચોક્કસ પ્રદેશો સાથે સંકળાયેલા છે. ‘MI Emirates’ એટલે “MY Emirates” અને ‘MI Cape Town’ એટલે ‘MY Cape Town’ એવો ભાવ છે, આ બંને ટીમો એમિરેટ્સ અને કેપ ટાઉન બંનેના ચાહકોને સમર્પિત કરીએ છીએ. આ બંને નવી એન્ટાઇટી મુંબઈ ઈન્ડિયન્સની પ્રતિષ્ઠિત ઓળખ અને સ્થાનિક પ્રભાવનો સમન્વય કરે છે. #OneFamilyનું વૈશ્વિક વિસ્તરણ લીગમાં નૈતિકતા અને મૂલ્યો લાવશે જેણે મુંબઈ ઈન્ડિયન્સને ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં સૌથી વધુ લોકપ્રિય ટીમોમાંની એક બનવામાં મદદ કરી છે.

આ પણ વાંચોઃ Rakhi market: બે વર્ષ બાદ ફરી એક વાર અંબાજીના બજારમાં રાખડીના તહેવાર ને લઈ ચહલ પહલ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું કે, “અમારા #Onefamilyમાં મને ‘MI એમિરેટ્સ’ અને ‘MI કેપ ટાઉન’ ટીમોનું સ્વાગત કરવાનો ખૂબ આનંદ થાય છે. અમારા માટે MI ક્રિકેટથી આગળ અને સવિશેષ સ્થાન ધરાવે છે. તે સ્વપ્ન જોવાની, નિર્ભય બનવાની અને જીવનમાં હકારાત્મક વલણ કેળવવાની ક્ષમતાને વાસ્તવિક બનાવે છે. મને ખાતરી છે કે MI એમિરેટ્સ અને MI કેપ ટાઉન બંને સમાન નીતિ અપનાવશે અને MIના વૈશ્વિક ક્રિકેટ વારસાને વધુ ઊંચાઈએ લઈ જશે!”

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ક્રિકેટ ફ્રેન્ચાઈઝીની માલિકી, ભારતમાં ફૂટબોલ લીગ, સ્પોર્ટ્સ સ્પોન્સરશિપ, કન્સલ્ટન્સી અને એથ્લેટ ટેલેન્ટ મેનેજમેન્ટ દ્વારા રમતગમતની ઈકોસિસ્ટમને વિકસિત કરવામાં અને ઉદ્યોગની શ્રેષ્ઠ પદ્ધતિઓ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

બ્રાન્ડની ઓળખનું અનાવરણ કરવા ઉપરાંત, બંને ટીમો માટેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ લાઇવ થયા છે.

આ પણ વાંચોઃ Nupur Sharma Case: સુપ્રીમ કોર્ટમાંથી ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને મોટી રાહત મળી- વાંચો શું છે મામલો?

Gujarati banner 01