Rakhi market

Rakhi market: બે વર્ષ બાદ ફરી એક વાર અંબાજીના બજારમાં રાખડીના તહેવાર ને લઈ ચહલ પહલ

Rakhi market: આ વખતે 11 અને 12 ઓગસ્ટ આમ બે દિવસ રક્ષાબંધન હોવાનું મનાઈ રહ્યું છે મહત્તમ રક્ષાબંધન આવતી કાલ 11 ઓગસ્ટે મનાવાશે

અહેવાલઃ કિષ્ના ગુપ્તા

અંબાજી, 10 ઓગષ્ટઃ Rakhi market: ભાઈ બહેનના પવિત્ર બંધન એટલે કે રક્ષાબંધનની બહેની આતુરતા થી રાહ જોતી હોય છે ને બે વર્ષ બાદ ફરી એક વાર અંબાજીના બજાર માં રાખડીના તહેવાર ને લઈ ચહલ પહલ જોવા મળી રહી છે રક્ષાબંધનના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે.

જયારે આ વખતે 11 અને 12 ઓગસ્ટ આમ બે દિવસ રક્ષાબંધન હોવાનું મનાઈ રહ્યું છે મહત્તમ રક્ષાબંધન આવતી કાલ 11 ઓગસ્ટે મનાવાશે. આ રાખડીના તહેવારને લઈ વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની રાખડીઓનો વેપાર કરી રહ્યા છે એક તરફ રાખડી નો તહેવાર તો બીજી તરફ અંબાજીમાં ધીમીધારે ઝરમર વરસાદ ને લઈ વેપારીઓ પણ મુંજવણમા મુકાયા છે.

જ્યાં મોટા વેપારની અપેક્ષા હતી ત્યાં હાલ વેપાર માં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમ છતાં હજી રક્ષાબંધનને બે દિવસ હોવાથી ક્યાંક સારા વેપાર ની આશા રાખી ને બેઠા છે જયારે કેટલાક વેપારીઓ હોમ પ્રોડક્ટ કરી સસ્તા ભાવે રાખડીઓ નો વેપાર કરતા પણ નજરે પડ્યા હતા.

આ પણ વાંચોઃ Nupur Sharma Case: સુપ્રીમ કોર્ટમાંથી ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને મોટી રાહત મળી- વાંચો શું છે મામલો?

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

Gujarati banner 01