Nupur Sharma Case: સુપ્રીમ કોર્ટમાંથી ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને મોટી રાહત મળી- વાંચો શું છે મામલો?

Nupur Sharma Case: 8 રાજ્યોમાં નોંધાયેલી FIR દિલ્હી ટ્રાન્સફર કરવાની નોટિસ જારી કરી હતી

નવી દિલ્હી, 10 ઓગષ્ટઃ Nupur Sharma Case: ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી આજે મોટી રાહત મળી છે. તેની વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલા કેસને સર્વોચ્ચ અદાલતે દિલ્હી ટ્રાન્સફર કરી દીધા છે. આ પહેલાં 19 જુલાઈએ જસ્ટિસ સૂર્યકાંત અને જમશેદ પારડીવાલાની બેંચે પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી મામલામાં નૂપુરની ધરપકડ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સાથે 8 રાજ્યોમાં નોંધાયેલી FIR દિલ્હી ટ્રાન્સફર કરવાની નોટિસ જારી કરી હતી. 

સુનાવણી દરમિયાન આજે નૂપુરના વકીલ મનિંદર સિંહે કહ્યું કે ઘણા પક્ષોના જવાબ આવ્યા નથી. પશ્ચિમ બંગાળથી અમને વારંવાર સમન્સ આવી રહ્યું છે. તેના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યુ કે અમે દંડાત્મક કાર્યવાહી પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારબાદ મનિંદરે કહ્યુ કે તે સારૂ થશે જો બધા કેસ દિલ્હી ટ્રાન્સફર કરી દેવામાં આવે.

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

ત્યારબાદ જસ્ટિસે પૂછ્યુ કે 19 જુલાઈએ અમારી સુનાવણી બાદ શું કોઈ અન્ય FIR થઈ છે? જસ્ટિસે કહ્યુ કે, અમે બધી FIR ને એક સાથે દિલ્હી ટ્રાન્સફર કરી દેશું. તેના પર મનિંદરે કહ્યુ કે, FIR રદ્દ કરવવા માટે પણ દિલ્હી હાઈકોર્ટમાં અરજીને મંજૂરી મળે. તેના પર જજે કહ્યું કે હા તે કરવામાં આવશે. 

જસ્ટિસ સૂર્યકાંતે આદેશમાં કહ્યુ, અરજીકર્તા (નૂપુર શર્મા) એ તેના પર નોંધાયેલી એફઆઈઆર રદ્દ કરવા કે પછી દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી જેથી એક જ એજન્સી તપાસ કરે. 1 જુલાઈએ અમે માંગ નકારી હતી. પરંતુ બાદમાં નવા તથ્ય અમારી સામે આવ્યા. 

કોર્ટે કહ્યું કે અમે એફઆઈઆર રદ્દ કરવાની માંગ પર કોઈ આદેશ આપી રહ્યાં નથી. તે માટે અરજીકર્તા દિલ્હી હાઈકોર્ટમાં જઈ શકે છે. અમે અરજીકર્તાના જીવ પર ગંભીર ખરતા પર વિચાર કર્યો છે. અમે તમામ એફઆઈઆર દિલ્હી ટ્રાન્સફર કરી રહ્યાં છીએ. બધાની તપાસ દિલ્હી પોલીસ કરશે. 

આ પણ વાંચોઃ AMC gave gifts to women on Raksha Bandhan: AMCએ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓને આપી મહત્વની ભેટ, જાણીને ખુશ થઇ જશે બહેનો

Gujarati banner 01