Peanuts farming

Information on planting: કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને વાવેતરને લગતા મુદ્દાઓ અંગે મદદરૂપ થઈ શકે તેવી માર્ગદર્શિકા જાહેર

Information on planting: ચોમાસાની ઋતુ દરમિયાન મગફળીનો પાક પીળો પડવાની સમસ્યાના નિવારણ અર્થે પીળી પડી ગયેલી મગફળીના પાક પર એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ ૩૦ કિ.ગ્રા. / હે. માં આપવું

રાજકોટ, 10 ઓગસ્ટ: Information on planting: વર્તમાન સમયમાં વરસાદ આવવાની શક્યતા હોવાથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને વાવેતરને લગતા મુદ્દાઓ અંગે મદદરૂપ થઈ શકે તેવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અન્વયે ઉભા પાકમાં કોઈ પણ પ્રકારની દવાઓ કે ખાતરોનો છંટકાવ ન કરવા અંગે તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ MI Cape Town: આજે મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ રહેલી બે નવી ફ્રેન્ચાઈઝીના નામ અને બ્રાન્ડની ઓળખનું અનાવરણ થયુ

ચોમાસાની ઋતુ દરમિયાન મગફળીનો પાક પીળો પડવાની સમસ્યાના નિવારણ અર્થે પીળી પડી ગયેલી મગફળીના પાક પર એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ ૩૦ કિ.ગ્રા. / હે. માં આપવું. તેમજ વરાપે હીરાકસી ૧૫૦ ગ્રામ અને લીંબુના ફૂલ ૧૫ ગ્રામ એક પંપમાં નાખીને તે મિશ્રણનો છંટકાવ કરવો.

આ સિવાય પણ મગફળીના પાકમાં સરકોસ્પરા ફૂગનો પાનના ટપકાનો રોગ થતો અટકાવવા ખેડૂતોએ ટેબ્યુકોનાઝોલ ૧૮.૩ ૧૦ મીલી, ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી તેનો છંટકાવ કરવો. જ્યારે સફેદ ફૂગનો ઉપદ્રવ અટકાવવા ટ્રાયકોડર્મા ફૂગ ૨.૫ કિ.ગ્રા / હેક્ટર અનુસાર ગળતીયા દેશી ખાતર અથવા દિવેલાના ખોળ ૫૦૦ કિ.ગ્રા / હેક્ટર મિશ્રિત કરીને જમીનમાં તેનો છંટકાવ કરવા અંગે કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Rakhi market: બે વર્ષ બાદ ફરી એક વાર અંબાજીના બજારમાં રાખડીના તહેવાર ને લઈ ચહલ પહલ

Gujarati banner 01