Ravindra Jadeja

Ravindra Jadeja Achievement: જાડેજા ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 300 વિકેટ લેનાર પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બન્યો

Ravindra Jadeja Achievement: રવીન્દ્ર જાડેજાએ પોતાના જ બોલ પર ખાલિદ અહેમદનો કેચ પકડીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

google news png

સ્પોર્ટ્સ ડેસ્ક, 30 સપ્ટેમ્બરઃ Ravindra Jadeja Achievement: કાનપુર ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપીને ટેસ્ટ ક્રિકેટમાં તેણે 300 વિકેટ પૂરી કરી લીધી હતી. રવીન્દ્ર જાડેજાએ પોતાના જ બોલ પર ખાલિદ અહેમદનો કેચ પકડીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે જે જાડેજા ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 300 વિકેટ લેનાર પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો ​​છે.

અગાઉ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 266 વિકેટ લેનાર લેફ્ટ આર્મ સ્પિનર ​​બિશન સિંહ બેદી હતા. પરંતુ હવે જાડેજાએ 300 વિકેટ ઝડપી નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે. જાડેજા વિશ્વનો ત્રીજો લેફ્ટ આર્મ સ્પિનર ​​છે, કે જેના નામે 300 ટેસ્ટ વિકેટ છે. સૌથી વધુ 433 ટેસ્ટ વિકેટ લેનાર લેફ્ટ આર્મ સ્પિનર શ્રીલંકાનો રંગના હેરાથ છે.

આ પણ વાંચો:- Good news for Indians: અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર, વિઝા અપોઇન્ટમેન્ટની કરી જાહેરાત; વાંચો વિગત

આ સિવાય ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટ્ટોરીએ 362 વિકેટ લીધી છે. જો કે, જાડેજા એશિયાનો એકમાત્ર લેફ્ટ આર્મ સ્પિનર ​​છે કે, જેણે ટેસ્ટમાં 3000થી વધુ રન બનાવવા ઉપરાંત 300 વિકેટ પણ લીધી છે. અને ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનાર જાડેજા સાતમો ભારતીય બોલર બની ગયો છે.

BJ ADS

300 વિકેટ પૂરી કરવાની સાથે જ રવીન્દ્ર જાડેજાએ ઈમરાન ખાન અને કપિલ દેવ જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. જાડેજાએ 74 ટેસ્ટ રમીને 3000થી વધુ રન અને 300 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. ઈમરાન ખાને 75 ટેસ્ટમાં અને કપિલ દેવે 83 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. જાડેજા સિવાય 72 ટેસ્ટમાં 3000થી વધુ રન બનાવવા અને 300થી વધુ વિકેટ ઝડપી લેવાની સિદ્ધિ અત્યાર સુધીમાં માત્ર ઈયાન બોથમે જ હાંસલ કરી શક્યો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો